Posts

Showing posts from January, 2026

અમદાવાદમાં મોડીરાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટના કોંગ્રેસના એક દિગ્ગજ નેતાના સંબંધી સાથે સંબંધિત છે.

અમદાવાદમાં મોડીરાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટના કોંગ્રેસના એક દિગ્ગજ નેતાના સંબંધી સાથે સંબંધિત છે. ——- યશરાજસિંહ ગોહિલ, 33 વર્ષ, રાજેશ્વરી બા જાડેજા, 30 વર્ષ, બંને વસ્ત્રાપુરમાં NRI ટાવર ખાતે રહેતા હતા. યશરાજસિંહે સૌથી પહેલાં રાજેશ્વરી બાને એટલે કે એમની પત્નીને આકસ્મિક રીતે ગોળી મારી દીધી હોય તેવું લાગે છે અને પછી 108 ને ફોન કર્યા પછી ઘટનાસ્થળે જ આત્મહત્યા કરી લીધી હતી (યશરાજે 108 આવ્યા પછી આત્મહત્યા કરી હતી). જે હથિયાર થી ગોળી મારવામાં આવી એ લાઇસન્સ પ્રાપ્ત છે. બંને શરીર પર બંનેના ઘા માથાના પાછળના ભાગમાં છે. બહાર નીકળવાના કોઈ ઘા નથી. યશરાજસિંહે બે મહિના પહેલા ફરીથી લગ્ન કર્યા હતા. #અમદાવાદ | #Ahmedabad

આદિજાતિ વિકાસના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી આપી.

Image
આદિજાતિ વિકાસના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી આપી. આજે ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, સાથી મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકનો મુખ્ય હેતુ જનજાતિ સમુદાયના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવો અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ મજબૂત બનાવવાનો રહ્યો. આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, માર્ગ-મકાન, પીવાનું પાણી, અને આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. જનજાતિ વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને દરેક યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે. #JanJatiKalyan #GujaratDevelopment #TribalWelfare #GandhinagarMeeting

પશુપાલન સશક્તિકરણથી ગ્રામિણ સમૃદ્ધિનો માર્ગ”

Image
“પશુપાલન સશક્તિકરણથી ગ્રામિણ સમૃદ્ધિનો માર્ગ” આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કિસાન કલ્યાણના સંકલ્પને અનુસરીને તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે સ્વર્ણિમ સંકુલ–1, ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પશુપાલકોને પોષણસભર પશુઆહાર વાજબી કિંમતે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ભાવ નિર્ધારણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જમીનસ્તરે સીધો લાભ પહોંચે તેવું સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત બનાવી ગ્રામિણ આવક વધારવા સતત પ્રયત્નશીલ છે અને પશુપાલકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

BJP4India રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર

Image
#politicalupdate @BJP4India રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર  કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ @NitinNabin 19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ દાખલ કરશે. 20 જાન્યુઆરીએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્તાવક તરીકે હાજર રહેશે.

દાહોદ: ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી અને પાયલોટિંગ

Image
દાહોદ: ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી અને પાયલોટિંગ દાહોદ: ત્રણ પોલીસકર્મીઓ બન્યા બુટલેગર, દારૂ સાથે કાર મૂકી ફરાર; પોલીસે નોંધ્યો ગુનો દાહોદ: ‘વાડ જ ચીભડા ગળે’ કહેવતને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે હોવાના કારણે અહીંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી સતત થતી રહે છે. આ પરિસ્થિતિમાં બૂટલેગરો પર નજર રાખનારી પોલીસ જ હવે દારૂના ધંધામાં સંડોવાઈ ગઈ હોવાનો ગંભીર ખુલાસો થયો છે. ચાકલીયા પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા હોવાનું જાણવા મળતાં એલસીબી, ઝાલોદ પોલીસ અને ચાકલીયા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તહેવારો અને સરહદી જિલ્લો હોવાના કારણે એલસીબી સહિતની પોલીસ ટીમો દારૂની હેરાફેરી પર ખાસ નજર રાખી રહી હતી. ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી કે ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા છે, જ્યારે પાછળ ટાટા પંચ કારમાં હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ વિદેશી દારૂનો જથ્થો લઈને લીમડ...

છોટાઉદેપુરના કવાંટમાં જાહેર સભામાં ચૈતર વસાવાની ચીમકીકહ્યું– પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી

Image
છોટાઉદેપુરના કવાંટમાં જાહેર સભામાં ચૈતર વસાવાની ચીમકી કહ્યું– પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી https://youtu.be/Mqb5UPIZkHc?feature=shared ભ્રષ્ટાચાર અને બેનામી મિલકતના ગંભીર આક્ષેપો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી જાહેર સભામાં ચૈતર વસાવાએ તીખા શબ્દોમાં પૂર્વ વન મંત્રી પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, પોતાના કાર્યકાળ દરમિયાન આદિવાસી બાળકો માટે આંગણવાડીઓ બનાવવાને બદલે પૂર્વ મંત્રીએ પોતાના માટે કરોડોના આલીશાન બંગલા ઊભા કર્યા. વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો કે પૂર્વ મંત્રીની વિવિધ ક્ષેત્રોમાં બેનામી ભાગીદારી છે અને તેમની પાસે અનેક બેનામી મિલકતો છે. નામ જાહેર કરવા માટે એક અઠવાડિયાની મહોલત જ્યારે પત્રકારોએ ચૈતર વસાવાને પૂછ્યું કે આ પૂર્વ વન મંત્રી કોણ છે, ત્યારે તેમણે હાલ નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, “માત્ર એક અઠવાડિયું રાહ જુઓ, હું પુરાવા સાથે નામ જાહેર કરીશ.” વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. હવે સૌની નજર તે ‘નામ’ પર ટકેલી છે, જેના ખુલાસા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરી શક્યતા છ...

2014 થી 2024 વચ્ચે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની જાહેર કરાયેલ મિલકત

Image
2014 થી 2024 વચ્ચે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની જાહેર કરાયેલ મિલકત મતક્ષેત્ર: દાહોદ (લોકસભા) સ્ત્રોત: ADR અહેવાલ (ચૂંટણી હલફનામા આધારિત) વર્ષ જાહેર કરેલી મિલકત 2014 ₹1,96,61,231 (1 કરોડ +) 2019 ₹2,70,70,480 (2 કરોડ +) 2024 ₹4,84,04,861 (4 કરોડ +) મિલકતમાં વધારો (સારાંશ) 2014 → 2019: આશરે ₹74 લાખ નો વધારો 2019 → 2024: આશરે ₹2.13 કરોડ નો વધારો કુલ 10 વર્ષમાં: આશરે ₹2.87 કરોડ નો વધારો નોંધ: આ આંકડા ઉમેદવાર દ્વારા ચૂંટણી સમયે જાહેર કરાયેલા હલફનામા પર આધારિત છે (ADR રિપોર્ટ). #Gujarat#ADRReport #poonammadam

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત

Image
દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DPEO) આરતભાઈ બારૈયા અને મનોજ લોબાણા તેમજ શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી (પ્રાથમિક શિક્ષણ) ની ઘોર બેદરકારી, લાપરવાહી અને એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે એક લાયક ઉમેદવાર પોતાના વતન કચ્છ (અબડાસા) ખાતેની નોકરીથી વંચિત રહી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. છે સમગ્ર મામલો? કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધોરણ 6 થી 8) ભરતી–2025 માટે જરૂરી લાયકાત ધરાવતી અને તમામ માપદંડોમાં યોગ્ય હોવા છતાં, દાહોદ DPEO તથા શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતાં ઉમેદવારને સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાંથી વંચિત રાખવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાક્રમ 20/11/2025ના રોજ ઉમેદવારની દાહોદની એક ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે પસંદગી થઈ હતી, પરંતુ તેમણે હજી સુધી શાળામાં હાજરી આપી નહોતી. તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિયમ મુજબ દાહોદ DPEO કચેરીમાં જમા કરાવ્યા હતા. 25/11/2025થી કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર જાહેર થતાં ઉમેદવારને જનરલ કેટેગરી હેઠળ કોલલેટર મળ્યું અને વતન મળવાની આશાથી તેઓ ...

MP Hemang Joshi ને વધુ એક જવાબદારી સોંપાઈ

Image
MP Hemang Joshi ને વધુ એક જવાબદારી સોંપાઈ  રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં નિમણૂક પરામર્શદાયી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરાઈ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિ વિકાસના કામ કરશે ગૃહ, વાહન વ્યવહાર, રમતગમતના વિકાસ કામો માટે છે સમિતિ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેની પણ છે સમિતિ #Gujarat #Gandhinagar #MPHemangJoshi #AdvisoryCommittee #DyCMHarshSanghavi #GujaratGovernment #DevelopmentWorks #TourismDevelopment #SportsDevelopment

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

Image
Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ   PM મોદીના સોમનાથ કાર્યક્રમને લઇ જગદીશભાઇની મુલાકાત મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, જીતુભાઈ વાઘાણી અને પ્રદ્યુમનભાઇ વાજા ઉપસ્થિત રમેશભાઈ ધડુક, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના નેતાઓ હાજર જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓએ કર્યુ રુટનું નીરિક્ષણ @iJagdishBJP @arjunmodhwadia @jitu_vaghani @drpradyumanvaja @rajeshchudasma @RameshDhadukMP #Gujarat #GirSomnath #PMModi #PMModiGujaratVisit #BJPStatePresident #JagdishVishwakarma #SomnathTemple

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં!

Image
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં!  ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં  અગાઉ AAPમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતુ રાજીનામું દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે જોડાશે કોંગ્રેસમાં અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા BTPના છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી નેતા છે મહેશ વસાવા #GujaratPolitics #MaheshVasava #CongressParty #IndianPolitics #GujaratNews #Dediapada #AAP #BJP #CongressJoining #JanAkroshYatra #AmitChavda

સાચા આદિવાસીઓને હવે દાખલા માટે તકલીફ નહીં પડે”

Image
નરેશ પટેલ (આદિજાતિ વિકાસ મંત્રી) “સાચા આદિવાસીઓને હવે દાખલા માટે તકલીફ નહીં પડે” મુખ્ય સમાચાર એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ મુદ્દે તુષાર ચૌધરી, ચૈતર વસાવા, અનંત પટેલ સહીત તમામ આદિવાસી નેતાઓ અને સંસદ સભ્યો સાથે આદિજાતિ વિભાગ દ્વારા ચર્ચા કરવામાં આવશે અને મુદ્દો સરકાર સમક્ષ રજૂ કરાશે નરેશ પટેલ નર્મદા જિલ્લાના આદિજાતિ મંત્રી દાખલા પ્રક્રિયામાં અડચણોથી આદિવાસી સમાજમાં રોષ હેડલાઈન ગુજરાત સરકારના ચાલુ મંત્રી નરેશ પટેલ કેમ આવું બોલ્યા? જે દાખલો કઢાવવા જાય એને જ વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડે નરેશ પટેલ (આદિજાતિ વિકાસ મંત્રી) આદિવાસી સમાજ માટે ખુદ મેદાને ઉતર્યા

મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે આદિજાતિ મંત્રી

Image
મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે આદિજાતિ મંત્રી શ્રી https://www.facebook.com/share/v/1GD8GybXVi/ @NareshPatelBJP ના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણ નો કાર્યક્રમ હતો.  આ કાર્યક્રમમા મને રાજકીય કિન્નાખોરી રાખી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આમંત્રણ આપવામાં નથી આવ્યું.  પ્રજાના ટેક્સના પૈસા થી ભાજપના નેતાઓએ કરેલા તાયફાઓ અને કૌભાંડો ને હું જનતા સામે લાવું છું. સરકાર અને વહીવટી તંત્ર ને બિન જરૂરી ખર્ચાઓ બાબતે રજુઆત કરુ છું. પ્રજાના ટેક્સ ના પૈસા પ્રજાના હિત માં યોગ્ય જગ્યા એ વાપરવા સરકાર ને ધ્યાન દોરી વહીવટી તંત્રને સૂચનો કરુ છું, જે ભાજપ ના નેતાઓ અને તંત્ર મેં ગમતું નથી. અગાઉ પણ મારા મત વિસ્તારના નવ નિર્માણ ચિકદા તાલુકાના શુભારંભ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં નથી આવ્યું. મારી ગેર હાજરીમાં ભાજપના નેતાઓ દ્વારા આમ કર્યું, તેમ કર્યું આટલા કરોડ ફાળવ્યા આટલો વિકાસ કર્યો, વિશ્વ માં ડંકાઓ વાગે છે.આજે જનતાની કલ્પના થી બહાર વિકાસ કર્યો છે, પનોતા પુત્ર ને આટલી બધી ચિંતા છે. ગુજરાત મોડેલ, વિકસિત ભારત, વિશ્વગુરુ, 2047 સુધી અમેરિકા...

ED: 800 અરજીઓ તપાસમાં મળી, 10 કરોડ જેટલી રકમનો અંદાજ, કલેક્ટર પાસે સાઇનિંગ ઑથોરિટી

Image
#ED #Surendranagar  તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાયા  ED: 800 અરજીઓ તપાસમાં મળી, 10 કરોડ જેટલી રકમનો અંદાજ, કલેક્ટર પાસે સાઇનિંગ ઑથોરિટી  આરોપીની દલીલ : મારી પાસે કોઈ રોકડ મળી નથી, અરજીઓના આધારે ધરપકડ કરી, પુરાવા નથી,શંકાના આધારે ધરપકડ થઈ

દાહોદ: રાજસ્થાનના યુવકને દાહોદમાં યુવકો સાથેની મિત્રતા ભારે પડી.

Image
રાજસ્થાનના યુવકને દાહોદમાં ગોંધી રાખી માર માર્યો, પરિવારને વીડિયો કોલ કરીને 50 હજારની ખંડણી માંગીઃ 3 આરોપી ઝડપાયા https://www.facebook.com/reel/1976212179607737/ સમાચાર વિગત: દાહોદમાં મિત્રતાના નામે ખતરનાક ઘટનાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના યુવકને દાહોદમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને પરિવારને વીડિયો કોલ કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો છે અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. મૂળ રાજસ્થાનનો શ્યામલાલ દાહોદમાં ફર્નિચરનું કામ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેની દાહોદના શંકર સાંસી સાથે મિત્રતા થઈ હતી. શંકર અવારનવાર શ્યામલાલ પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને પરત પણ કરતો હતો. મિત્રતાના વિશ્વાસમાં શંકરે તેને બંગલાનું કામ અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, પોતાની સોનાની વીંટી ગીરવે મૂકવા પણ આપી હતી. નવું વર્ષ ઉજવવાના બહાને શંકર સાંસી, કૃણાલ સાંસી અને તોશિફ અંસારી શ્યામલાલને એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેયે મળીને તેને પટ્ટાથી માર માર્યો અને રૂપિયા માંગ્યા. ત્યારબાદ વીડિયો કોલ કરીને પરિવારજનોને ધમકી આપી કે રૂપિયા ન આપો તો તે...

IPS ડૉ. શમશેર સિંહની સત્તાવાર ગુજરાત કેડરમાં વાપસી!

Image
IPS ડૉ. શમશેર સિંહની સત્તાવાર ગુજરાત કેડરમાં વાપસી! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે BSFના ADG પદેથી સમય પહેલા રિલીવ કરવાની મંજૂરી આપી. 1991 બેચના ગુજરાત કેડરના અધિકારી હવે તાત્કાલિક ધોરણે રાજ્યમાં પરત ફરશે. જાન્યુઆરી 2025માં ગુજરાત ACB DGP પદેથી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા હતા. માર્ચ 2026માં નિવૃત્તિ પહેલા રાજ્ય કેડરમાં તેમની વાપસીથી વહીવટી લોબીમાં અનેક ચર્ચાઓ. #Gujarat

મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક

Image
મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ અને સેક્રેટરીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં સરકારના દરેક વિભાગની કામગીરી વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ ખાસ કરીને વિભાગોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. સરકારના વિકાસકાર્યો, યોજનાઓ અને નિર્ણયોની સાચી અને સમયસર માહિતી જનતા સુધી પહોંચે તે માટે નવી રણનીતિ તૈયાર કરવા સૂચના આપવામાં આવી. આ બેઠક દરમિયાન મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ અને સેક્રેટરીઓને સ્પષ્ટ ટાસ્ક આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના વિભાગની કામગીરીનું યોગ્ય પ્રચાર-પ્રસાર કરે અને જનસંપર્ક વધુ મજબૂત બનાવે. સરકારની કામગીરી પારદર્શક બને અને લોકો સુધી સીધી રીતે પહોંચે તે માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.