મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે આદિજાતિ મંત્રી

મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે આદિજાતિ મંત્રી શ્રીhttps://www.facebook.com/share/v/1GD8GybXVi/ @NareshPatelBJP ના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણ નો કાર્યક્રમ હતો. 
આ કાર્યક્રમમા મને રાજકીય કિન્નાખોરી રાખી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આમંત્રણ આપવામાં નથી આવ્યું. 
પ્રજાના ટેક્સના પૈસા થી ભાજપના નેતાઓએ કરેલા તાયફાઓ અને કૌભાંડો ને હું જનતા સામે લાવું છું. સરકાર અને વહીવટી તંત્ર ને બિન જરૂરી ખર્ચાઓ બાબતે રજુઆત કરુ છું. પ્રજાના ટેક્સ ના પૈસા પ્રજાના હિત માં યોગ્ય જગ્યા એ વાપરવા સરકાર ને ધ્યાન દોરી વહીવટી તંત્રને સૂચનો કરુ છું, જે ભાજપ ના નેતાઓ અને તંત્ર મેં ગમતું નથી.
અગાઉ પણ મારા મત વિસ્તારના નવ નિર્માણ ચિકદા તાલુકાના શુભારંભ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં નથી આવ્યું.

મારી ગેર હાજરીમાં ભાજપના નેતાઓ દ્વારા આમ કર્યું, તેમ કર્યું આટલા કરોડ ફાળવ્યા આટલો વિકાસ કર્યો, વિશ્વ માં ડંકાઓ વાગે છે.આજે જનતાની કલ્પના થી બહાર વિકાસ કર્યો છે, પનોતા પુત્ર ને આટલી બધી ચિંતા છે. ગુજરાત મોડેલ, વિકસિત ભારત, વિશ્વગુરુ, 2047 સુધી અમેરિકા, જાપાન જેવા દેશોના હરોળમાં ચાલશે જેવી ડંફાસો મારી જનતા ને ગુમરાહ કરવા ટેવાયેલા નેતાઓના સૂચનો થી મારા મત વિસ્તારમાં સરકારી કાર્યક્રમો માં આમંત્રણ નથી આપવામાં આવતુ.
કલેકટર સહીત નર્મદા તંત્ર ને અમારા થી શુ તકલીફ છે? કોના સૂચનો થી અને શા માટે અમને આમંત્રણ આપવામાં નથી આપતું.
@CollectorNar ખુલાસો કરે.

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત