દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત
દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DPEO) આરતભાઈ બારૈયા અને મનોજ લોબાણા તેમજ શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી (પ્રાથમિક શિક્ષણ) ની ઘોર બેદરકારી, લાપરવાહી અને એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે એક લાયક ઉમેદવાર પોતાના વતન કચ્છ (અબડાસા) ખાતેની નોકરીથી વંચિત રહી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
છે સમગ્ર મામલો?
કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધોરણ 6 થી 8) ભરતી–2025 માટે જરૂરી લાયકાત ધરાવતી અને તમામ માપદંડોમાં યોગ્ય હોવા છતાં, દાહોદ DPEO તથા શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતાં ઉમેદવારને સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાંથી વંચિત રાખવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘટનાક્રમ
20/11/2025ના રોજ ઉમેદવારની દાહોદની એક ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે પસંદગી થઈ હતી, પરંતુ તેમણે હજી સુધી શાળામાં હાજરી આપી નહોતી.
તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિયમ મુજબ દાહોદ DPEO કચેરીમાં જમા કરાવ્યા હતા.
25/11/2025થી કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર જાહેર થતાં ઉમેદવારને જનરલ કેટેગરી હેઠળ કોલલેટર મળ્યું અને વતન મળવાની આશાથી તેઓ ગાંધીનગર પહોંચ્યા.
કચ્છ જિલ્લા પસંદગી સમયે અસલ પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી ઉમેદવારે દાહોદ DPEO પાસે દસ્તાવેજોની માંગણી કરી.

DPEO દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ
આક્ષેપ મુજબ DPEO તથા તેમના સ્ટાફ દ્વારા ઉમેદવારને નીચે મુજબની મૌખિક અને લેખિત ખાતરીઓ આપવામાં આવી:
“એફિડેવિટ (સોગંદનામું) કરી આપશો તો અસલ પ્રમાણપત્ર આપી દેવાશે.”
“કચ્છ જિલ્લામાં પસંદગી થાય તો ફક્ત 7 દિવસનો પગાર જમા કરાવવાનો રહેશે, કોઈ બોન્ડ કે પેનલ્ટી લાગુ નહીં પડે.”
“કચ્છમાં પસંદગી ન થાય તો 10 દિવસમાં ફરી દસ્તાવેજો જમા કરાવી શકાય.”
આ સૂચનાઓના આધારે ઉમેદવારે 26/11/2025ના રોજ તાત્કાલિક સોગંદનામું કરીને તમામ કાર્યવાહી પૂર્ણ કરી.

ભરતી બોર્ડે રોકી પ્રક્રિયા
27/11/2025ના રોજ ઉમેદવાર તમામ અસલ દસ્તાવેજો સાથે કચ્છ જિલ્લા ભરતી બોર્ડ સમક્ષ હાજર થયા ત્યારે ભરતી સમિતિએ જણાવ્યું કે, “દાહોદમાંથી ગઈકાલની તારીખમાં રાજીનામાની નકલ અને બોન્ડ ભર્યાની રસીદ રજૂ કરશો તો જ નિમણૂક મળશે.”
ઉમેદવારનું કહેવું છે કે તેમણે દાહોદમાં હજી હાજરી આપી જ નહોતી, તો રાજીનામું અને બોન્ડ કેવી રીતે શક્ય બને?

શિક્ષણ નિયામકનો સંપર્ક
આ જ દિવસે બપોર બાદ ઉમેદવારે શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષીનો સંપર્ક કર્યો. તેમણે નવી રીતે સોગંદનામું કરવાનું સૂચન કર્યું. ઉમેદવારે તાત્કાલિક હાઈકોર્ટમાં જઈને સોગંદનામું કર્યું, પરંતુ ત્યારબાદ પણ કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાતા સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ.
ઉમેદવાર નિર્દોષ હોવાનો આક્ષેપ
પરિવાર અને સમર્થકોનું કહેવું છે કે આ સમગ્ર મામલામાં ઉમેદવારની કોઈ ભૂલ નથી. તેઓ અધિકારીઓના માર્ગદર્શન મુજબ તમામ પગલાં લીધા છતાં એડમિનિસ્ટ્રેટિવ અણઆવડતનો ભોગ બન્યા છે.
પત્રકારો, જાગૃત નાગરિકો તેમજ કચ્છના વર્તમાન સાંસદ અને ધારાસભ્યોએ પણ મામલે હસ્તક્ષેપ કર્યો હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ સાંભળવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ છે.
ગંભીર પ્રશ્ન
એક સંપૂર્ણ લાયક ઉમેદવારને માત્ર વહીવટી ભૂલના કારણે નોકરીથી વંચિત રહેવું પડે – એ શિક્ષણ વ્યવસ્થાની કાર્યક્ષમતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
હવે જોવાનું રહ્યું કે શું રાજ્યના શિક્ષણમંત્રી અને સરકાર આ ઉમેદવારને ન્યાય અપાવી શકશે?

#DPEO_Dahod #EducationSystem #AdministrativeFailure
#Rivaba4BJP #drpradyumanvaja #jitu_vaghani

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ