Posts

IPS જી.એસ. મલિકની તપસ્યા પૂર્ણ, ગુજરાતના નવા DGP બન્યા

Image
IPS જી.એસ. મલિકની તપસ્યા પૂર્ણ, ગુજરાતના નવા DGP બન્યા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા Gyanender Singh Malik ને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવા ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતને મળ્યા નવા DGP, જી.એસ. મલિકની નિમણૂક અમદાવાદના પોલીસ કમિશનર હવે રાજ્યના પોલીસ વડા IPS જી.એસ. મલિક બન્યા ગુજરાત પોલીસના નવા DGP ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર, જી.એસ. મલિકને કમાન અમદાવાદ CP થી DGP સુધીની સફર પૂર્ણ

અભલોડ ખેડા ફળિયામાં પાંચ વર્ષથી બનીને તૈયાર પંચાયત ભવન ધૂળ ખાય છે!

Image
"દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. https://www.facebook.com/share/r/14eRL6VoreK/ ગરબાડાના અભલોડ ગામના ખેડા ફળિયામાં ગ્રામ પંચાયતનું નવું ભવન બન્યાને પાંચ-પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં આજ દિન સુધી આ પંચાયત કાર્યરત કરવામાં આવી નથી. સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે આ પંચાયત કચેરીમાં ન તો ક્યારેય તલાટી બેસે છે કે ન તો સરપંચ દેખાય છે! પંચાયતને કાયમી તાળા લટકેલા રહેતા હોવાથી ગામલોકોને આવક, જાતિના દાખલા કે અન્ય સરકારી યોજનાના કામો માટે કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. 'ડિજિટલ ઇન્ડિયા' અને વિકાસના દાવાઓ વચ્ચે અભલોડ ગામના લોકો પાયાની વહીવટી સુવિધાઓ માટે પણ તરસી રહ્યા છે. ગ્રામજનો હવે સીધો સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ લાપરવાહીનો જવાબદાર કોણ? તંત્રની આ ઉદાસીનતા સામે સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પંચાયત તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે."

કોંગ્રેસના અભેદ કિલ્લામાં ભાજપનું ‘ગાબડું’: ૭૯ વર્ષના શાસનનો અંત, જેસાવાડામાં ભગવો લહેરાયો

Image
કોંગ્રેસના અભેદ કિલ્લામાં ભાજપનું ‘ગાબડું’: ૭૯ વર્ષના શાસનનો અંત, જેસાવાડામાં ભગવો લહેરાયો જેસાવાડા પંથકમાં આ વખતે રાજકીય ઇતિહાસ રચાયો છે. આઝાદીના સાત દાયકાથી વધુ સમય સુધી Indian National Congress માટે અજય ગઢ માનાતી આ બેઠક પર હવે Bharatiya Janata Party એ દમદાર એન્ટ્રી કરી છે. ૭૯ વર્ષ બાદ કોંગ્રેસના આ મજબૂત કિલ્લામાં પડેલું ‘ગાબડું’ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. જેસાવાડા ૧૩-તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેશભાઈ કટારાએ આશરે ૧૪૦૦થી વધુ મતોની સરસાઈથી ભવ્ય જીત નોંધાવી છે. વર્ષોથી કોંગ્રેસ માટે ‘સેફ સીટ’ ગણાતી આ બેઠક પર આ વખતે મતદારોના મૂડમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો. વિકાસ અને પરિવર્તનની આશા સાથે લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. આ ચૂંટણીમાં Aam Aadmi Party પણ મેદાનમાં સક્રિય રહી, પરંતુ કોંગ્રેસ સાથે મળીને પણ મતદારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. ભાજપે આક્રમક પ્રચાર, મજબૂત સંગઠન અને તળિયાના કાર્યકરોની સતત મહેનતના આધારે આ ઐતિહાસિક જીત મેળવી છે. જીત બાદ ઉપેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, “આ જીત માત્ર ભાજપની નથી, પરંતુ જેસાવાડાના દરેક મતદારની છે, જેઓ વિકાસ અને પરિવ...

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Image
Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત! માહિતી અનુસાર, ભાજેપ 11 સભ્યોની આ કોર કમિટીની જાહેરાત કરી છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપ જાહેર કરાયું છે... સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા Gujarat BJP એ કોર ટીમ જાહેર કરી ભાજપે 11 સભ્યોની કોર ટીમ જાહેર કરી પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપની જાહેરાત કરાઈ CM ભૂપેન્દ્રભાઇ પટેલ, DyCM હર્ષભાઇ સંઘવી સામેલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ કોર ટીમમાં સામેલ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ કોર ટીમમાં સામેલ કરાયા રાજ્યમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Eelections) થવાની છે ત્યારે તેને લઈને સત્તારૂઢ પક્ષ ભાજપ (Gujarat BJP) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોર ટીમની (Core Team) જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ભાજપ દ્વારા 11 સભ્યોની આ કોર કમિટીની જાહેરાત કરાઈ છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપ જાહેર કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi),...

ભારત- શ્રીલંકા સમુદ્રી સીમા પાસે અમેરિકી સબમરીને ઘાતક હુમલો કરી ઈરાની જહાજના ભૂક્કા કાઢી નાંખ્યા

Image
ભારત- શ્રીલંકા સમુદ્રી સીમા પાસે અમેરિકી સબમરીને ઘાતક હુમલો કરી ઈરાની જહાજના ભૂક્કા કાઢી નાંખ્યા. ટોર્પિડો દ્વારા જહાજને ઉડાવતી તસવીરો અમેરિકી નૌસેનાએ જાહેર કરી છે. https://youtube.com/shorts/uAuaRPVdVSA?si=hgj5U78_nJOAzWju ઈરાની યુદ્ધ જહાજ પર થયેલા હુમલામાં 100થી વધુ ગુમ, 78 ઘાયલ. બુધવારે સવારે હિંદ મહાસાગરમાં એક મોટી ઘટના ઘટી. છે. ઈરાની નૌકાદળનું ફ્રિગેટ #IRISDena અમેરિકી સબમરીન હુમલા બાદ ડૂબી ગયું. શ્રીલંકાના ગાલે (Galle) શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ દક્ષિણમાં આ ધટના બની. જ્યાં જહાજ સંપૂર્ણપણે ડૂબી ગયું છે. જહાજ પર કુલ 180 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાની જહાજ તરફથી ઈમરજન્સી સિગ્નલ મળતા જ શ્રીલંકન નૌકાદળ દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં નૌકાદળ દ્વારા લગભગ 30 થી 32 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે કે  ઘાયલ થયેલા 78 સૈનિકોને શ્રીલંકાના ગાલે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.   IRIS Dena જહાજ ભારતમાં નૌકાદળના એક કાર્યક્રમમાં હાજરી ...

અમદાવાદમાં મોડીરાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટના કોંગ્રેસના એક દિગ્ગજ નેતાના સંબંધી સાથે સંબંધિત છે.

અમદાવાદમાં મોડીરાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટના કોંગ્રેસના એક દિગ્ગજ નેતાના સંબંધી સાથે સંબંધિત છે. ——- યશરાજસિંહ ગોહિલ, 33 વર્ષ, રાજેશ્વરી બા જાડેજા, 30 વર્ષ, બંને વસ્ત્રાપુરમાં NRI ટાવર ખાતે રહેતા હતા. યશરાજસિંહે સૌથી પહેલાં રાજેશ્વરી બાને એટલે કે એમની પત્નીને આકસ્મિક રીતે ગોળી મારી દીધી હોય તેવું લાગે છે અને પછી 108 ને ફોન કર્યા પછી ઘટનાસ્થળે જ આત્મહત્યા કરી લીધી હતી (યશરાજે 108 આવ્યા પછી આત્મહત્યા કરી હતી). જે હથિયાર થી ગોળી મારવામાં આવી એ લાઇસન્સ પ્રાપ્ત છે. બંને શરીર પર બંનેના ઘા માથાના પાછળના ભાગમાં છે. બહાર નીકળવાના કોઈ ઘા નથી. યશરાજસિંહે બે મહિના પહેલા ફરીથી લગ્ન કર્યા હતા. #અમદાવાદ | #Ahmedabad

આદિજાતિ વિકાસના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી આપી.

Image
આદિજાતિ વિકાસના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી આપી. આજે ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, સાથી મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકનો મુખ્ય હેતુ જનજાતિ સમુદાયના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવો અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ મજબૂત બનાવવાનો રહ્યો. આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, માર્ગ-મકાન, પીવાનું પાણી, અને આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. જનજાતિ વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને દરેક યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે. #JanJatiKalyan #GujaratDevelopment #TribalWelfare #GandhinagarMeeting