છોટાઉદેપુરના કવાંટમાં જાહેર સભામાં ચૈતર વસાવાની ચીમકીકહ્યું– પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી


છોટાઉદેપુરના કવાંટમાં જાહેર સભામાં ચૈતર વસાવાની ચીમકી
કહ્યું– પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરીhttps://youtu.be/Mqb5UPIZkHc?feature=shared
ભ્રષ્ટાચાર અને બેનામી મિલકતના ગંભીર આક્ષેપો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી જાહેર સભામાં ચૈતર વસાવાએ તીખા શબ્દોમાં પૂર્વ વન મંત્રી પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, પોતાના કાર્યકાળ દરમિયાન આદિવાસી બાળકો માટે આંગણવાડીઓ બનાવવાને બદલે પૂર્વ મંત્રીએ પોતાના માટે કરોડોના આલીશાન બંગલા ઊભા કર્યા.
વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો કે પૂર્વ મંત્રીની વિવિધ ક્ષેત્રોમાં બેનામી ભાગીદારી છે અને તેમની પાસે અનેક બેનામી મિલકતો છે.
નામ જાહેર કરવા માટે એક અઠવાડિયાની મહોલત
જ્યારે પત્રકારોએ ચૈતર વસાવાને પૂછ્યું કે આ પૂર્વ વન મંત્રી કોણ છે, ત્યારે તેમણે હાલ નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું,
“માત્ર એક અઠવાડિયું રાહ જુઓ, હું પુરાવા સાથે નામ જાહેર કરીશ.”
વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. હવે સૌની નજર તે ‘નામ’ પર ટકેલી છે, જેના ખુલાસા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરી શક્યતા છે.

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત