મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા? મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા ? ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જે.પી. નડ્ડાને મળશે એવી માહિતી છે. ગાંધીનગર | ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચાનક દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, ત્રણેય નેતાઓ દિલ્હીમાં રાત્રિ રોકાણ કરશે અને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા...