Posts

Showing posts from November, 2025

દુબઇ એર શોમાં શહીદ થયેલા વિંગ કમાન્ડર નમન સ્યાલ કોણ હતા? તેમના પત્ની પણ છે વાયુસેનામાં!

Image
દુબઇ એર શોમાં શહીદ થયેલા વિંગ કમાન્ડર નમન સ્યાલ કોણ હતા? તેમના પત્ની પણ છે વાયુસેનામાં! દુબઇ એર શોમાં તેજસ ફાયટર જેટ ક્રેશ પાયલટ વિંગ કમાન્ડર નમન સ્યાલ શહીદ વાયુસેનાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી શુક્રવારે દુબઈમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. ફ્લાઇટ ભરી રહેલું ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ ક્રેશ થયું, જેમાં પાયલટ નમન સ્યાલ (35) (Namansh Syal) શહીદ થયા. સ્થાનિક સમય મુજબ સવારે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો. નમન સ્યાલ મૂળ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પટિયાલકર મતવિસ્તારના રહેવાસી હતા. તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે શાળા છોડ્યા પછી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા અને તેમની ગણના એક કુશળ અને હિંમતવાન પાયલટ તરીકે થતી હતી. પાયલટ નમન સ્યાલ દુબઇ એરશોમાં થયા શહીદ નમન સ્યાલ પટિયાલકરના રહેવાસી અને સેવાનિવૃત્ત જગન્નાથ સ્યાલ અને તેમની પત્ની વીણા દેવીના પુત્ર હતા. પરિવારમાં તેમની એક બહેન પણ છે. તેમની પત્ની અફશાન જે ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે સેવા આપે છે. નમાંશના લગ્ન 2014 માં થયા હતા અને તેમને સાત વર્ષની પુત્રી છે. તેમની પત્ની, અફશાન, પોતે પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે. ...

કોડીનાર BLO આત્મહત્યાને લઈ શિક્ષણ મંત્રીની પરિજનો સાથે મૂલકાત : પરિવારમાં સંતોષ, મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા

Image
રાજ્યના શિક્ષણ મંત્રી અને પરિવાર વચ્ચે 45 મિનિટની મહત્વપૂર્ણ બેઠક : માંગણીઓ સાંભળી, કાર્યવાહીનું આશ્વાસન — પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર આજે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા દ્વારા মৃতકના પરિવારજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ ચાલેલી બેઠક દરમિયાન પરિવારે પોતાની વિવિધ માંગણીઓ અને ચિંતાઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. શિક્ષણ મંત્રીએ પરિવારને પૂરી સાંત્વના આપીને તેમની માંગણીઓને ગંભીરતાથી સાંભળવાની સાથે યોગ્ય અને જરૂરી પગલાં લેવાના આશ્વાસન આપ્યા હતા. બેઠક બાદ પરિવારમાં સંતોષ જોવા મળ્યો હતો અને ચર્ચા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તંત્રએ પરિવાર સાથે સતત સંવાદ જાળવી રાખ્યો હતો, જેથી પરિસ્થિતિને શાંત અને સંવેદનશીલ રીતે સંભાળી શકાય.