પશુપાલન સશક્તિકરણથી ગ્રામિણ સમૃદ્ધિનો માર્ગ”
“પશુપાલન સશક્તિકરણથી ગ્રામિણ સમૃદ્ધિનો માર્ગ”
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કિસાન કલ્યાણના સંકલ્પને અનુસરીને તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે સ્વર્ણિમ સંકુલ–1, ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.
આ બેઠકમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન પશુપાલકોને પોષણસભર પશુઆહાર વાજબી કિંમતે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ભાવ નિર્ધારણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જમીનસ્તરે સીધો લાભ પહોંચે તેવું સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત બનાવી ગ્રામિણ આવક વધારવા સતત પ્રયત્નશીલ છે અને પશુપાલકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
Comments
Post a Comment