મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક

મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ અને સેક્રેટરીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં સરકારના દરેક વિભાગની કામગીરી વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને વિભાગોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. સરકારના વિકાસકાર્યો, યોજનાઓ અને નિર્ણયોની સાચી અને સમયસર માહિતી જનતા સુધી પહોંચે તે માટે નવી રણનીતિ તૈયાર કરવા સૂચના આપવામાં આવી.
આ બેઠક દરમિયાન મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ અને સેક્રેટરીઓને સ્પષ્ટ ટાસ્ક આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના વિભાગની કામગીરીનું યોગ્ય પ્રચાર-પ્રસાર કરે અને જનસંપર્ક વધુ મજબૂત બનાવે.
સરકારની કામગીરી પારદર્શક બને અને લોકો સુધી સીધી રીતે પહોંચે તે માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત