BZ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા 7 દિવસના રિમાન્ડ પર, રહસ્યો પરથી પડદો ઉંચકાશે
BZ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા 7 દિવસના રિમાન્ડ પર, રહસ્યો પરથી પડદો ઉંચકાશે https://youtube.com/shorts/WfYxZZqdZLs?si=-M-Qeb9pi5u31f0H BZ Ponzi scheme scam : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ આજે પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મંજૂર થતાં બીજા અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાશે એવી આશા છે. 34 દિવસ બાદ ઝડપાયો હતો ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ચોંકાવનારી વાત એ છે કે તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ ર...