અમદાવાદ : રખિયાલ તલવાર હુમલા કેસમાં ક્રાઈમબ્રાન્ચે ફરાર બે આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ : રખિયાલ તલવાર હુમલા કેસમાં ક્રાઈમબ્રાન્ચે ફરાર બે આરોપીઓની કરી ધરપકડhttps://youtube.com/shorts/D5cStk140MY?si=jl9x6wwXv0G9BKMk
અમદાવાદના રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો સાથે આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરનાર ફઝલ શેખ અને સમીર શેખ બાદ વધુ બે આરોપીઓ અલ્તાફ શેખ, મહેફૂઝ મિયાની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે. ચારેય આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું છે.
લોકો અને પોલીસમાં ધાક જમાવનાર સમીર શેખ, અલ્તાફ શેખ, મહેફૂઝ મિયા અને ફઝલ શેખને ઘટના સ્થળ પર લાવી પોલીસે જનતાને સરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો. સાથે જ ત્રણેય આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી. પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યાં છે. આ મામલે હજુ બે આરોપી અન્ની રાજપુત અને સરવર ઉર્ફે કડવો ફરાર છે.
સમીર શેખ 24 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર
તો રખિયાલમાં આતંક મચાવનાર સમીર શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની કરવામાં માંગ કરવામા આવી હતી. કોર્ટે સમીર શેખના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમીર શેખ ઉર્ફે ચીકના મહેબૂબિયા શેખને ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજર કરાયો હતો. રિમાન્ડ દરમિયાન અસામાજિક તત્વોની આકરી પૂછપરછ કરવામા આવી હતી. ટોળકીનો મુખ્ય આરોપી ફઝલ શેખ શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ બાપુનગર પોલીસ ફઝલની ધરપકડ કરશે.
Comments
Post a Comment