ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર ની આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આજ રોજ મામલતદાર કચેરી ખાતે

 ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર ની આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આજ રોજ મામલતદાર કચેરી ખાતે

ઓચિંતા ની મુલાકાત લેતા જે ઓનલાઇન કામગીરી ચાલે છે જેમાં KYC,નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડ ઓપડેટ કે ખેડૂત રજીસ્ટ્રેશન વગેરે ની તમામ પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી. આખા ડેડીયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે ત્રણ-ચાર વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે. કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આંટા મારે છે. તેમ છતાં પણ તેમના કામ થયા નથી. જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.https://youtube.com/shorts/nadN9hvPwsM?si=ONSrrGi4PqROZT22

દેશ ના વડાપ્રધાન @narendramodi એ ડિજિટલ ઇન્ડિયા અને ગુજરાત મોડેલ ના નામે દેશ અને વિદેશમાં વાહવાહી મેળવી, પરંતુ તેમની વાતો પોકળ સાબિત થાય છે.લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે? લોકો બે વર્ષ સુધી નોટબંધીની લાઈનમાં ઊભા રહ્યા, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા, આજે અનાજ વિતરણમાં અડધા લોકો રહી જાય છે. અને સરકાર પોતાની વાહવાહી માંથી ઉપર નથી આવતી.
 #narendramodi#ChaitarVasava#MLA#Farmer #KYC#AAP#Janatanivaat news

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર