દાહોદ એરપોર્ટ મુદ્દે ખેડૂતોની આંદોલનની ચીમકી: કલેક્ટરને આવેદન આપી ઝાલોદના ટાઢાગોળા સહિતના પાંચ ગામોનો વિરોધ, કહ્યું- જમી
દાહોદ એરપોર્ટ મુદ્દે ખેડૂતોની આંદોલનની ચીમકી: કલેક્ટરને આવેદન આપી ઝાલોદના ટાઢાગોળા સહિતના પાંચ ગામોનો વિરોધ, કહ્યું-
જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનવા દઈશું નહીં
દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. ઝાલોદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરીએ વિરોધમાં ઉતર્યા છે. કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાનું ગામ નામશેષ થવાનો ભય પણ દર્શાવ્યો હતો. સાથે જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનાવ દઈશું નહીં તેવી ગર્ભિત ચીમકી આપી હતી. તો યુવાઓએ પણ
દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. ઝાલોદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરીએ વિરોધમાં ઉતર્યા છે.https://youtu.be/RUSBI6-0kjY?si=FFhth8dI4gsDNtHQ
કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાનું ગામ નામશેષ થવાનો ભય પણ દર્શાવ્યો હતો. સાથે જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનાવ દઈશું નહીં તેવી ગર્ભિત ચીમકી આપી હતી. તો યુવાઓએ પણ જમીન માટે જીવ આપવા સુધીની ચીમકી ઉચ્ચારીહતી.
5 ગામોના ખાનગી માલિકીના સર્વે નંબરોની જમીનોમાં સર્વે દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ માટે સંપાદન કરવા મામલે તંત્ર દ્વારા સ્થળ ચકાસણી કરી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના પાંચ ગામોના ખાનગી માલિકીના સર્વે નંબરોની જમીનો સર્વે કરાયો હતો. ત્યારે પુનઃ ફરી એકવાર આ ગામના ખેડૂતો દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી પંદર દિવસની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ ગામોમાંથી દૂર કરવાની ચીમકી આપી હતી. સાથે જો તેમ નહીં થાય તો આવનાર દિવસોમાં ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જંગલની જમીનમાં એરપોર્ટ બનશે- કલેક્ટરનું મૌખિક આશ્વાસન
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના ખેડૂત મુકેશ ડામોરે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા અમારા ટાઢાગોળા ગામમાં એરપોર્ટ બનાવવા માટે સરવેની કામગીરી શરુ કરી છે, સરકાર દ્વારા એરપોર્ટ જંગલની જમીનમાં બનાવવાની વાત કરી હતી, પરંતુ એરપોર્ટનો નક્શો જોતા સમગ્ર એરપોર્ટ ટાઢાગોળા ગામની અંદર બતાવવામાં આવ્યું છે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા સરવે કરવામાં આવતા અમે વિરોધ કરતા કલેક્ટર ગામમાં આવ્યા હતા અને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે, જંગલની જમીનમાં એરપોર્ટ બનશે. ગામ લોકોની કોઈની જમીનો જશે નહી તેમ જણાવ્યુ હતુ. પરંતુ તંત્ર દ્વારા અમોને આજ દિન સુધી લેખિત બાહેધરી આપવામાં આવી નથી. સરકાર દ્વારા અગાઉ કાળી-2 ડેમ, કોરિડોર પ્રોજેક્ટમાં અમારી જમીનો ગઈ છે, અને હવે એરપોર્ટ બનાવવામાં આવે તો અમારા ગામના ખેડૂતો પાસે હવે કોઈ જમીન રહેશે નહીં અને અમે બિનખેડૂત થઈ જઈશું અને જમીન વગર અમારે મરવાનો વારો આવે તેમ છે. જેથી અમે આ એરપોર્ટ બનાવવા માટે અમે અમારી જમીનો આપીશું નહીં, એરપોર્ટ બનાવવા દઈશુ નહીં અને અમે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ.
આત્મહત્યા કરીશું, અમે એક ઈંચ જમીન આપવા તૈયાર નથી-ખેડૂતઆત્મહત્યા કરીશું, અમે એક ઈંચ જમીન આપવા તૈયાર નથી-ખેડૂત
ઝાલોદમાં એરપોર્ટ મામલે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવેલા ખેડૂત અરવિંદ ભુરીયાએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વાર ટાઢાગોળા ગામે જે નવિન એરપોર્ટનો પ્રોજેક્ટ મંજૂર કરેલો છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ, અમે આદિઅનાદી કાળથી વસતા આદિવાસીઓ છીએ, સરકાર અમારુ ઘર છીનવવા માંગે છે, અમારા બાળકો ઘર વિહોણા થાય તો અમે ક્યાં જઈશુ, સરકાર વિનાશ કરીને વિકાસ કરવા ઈચ્છી રહી છે, મહાત્મા ગાંધીજીએ જે રીતે "કરો યા મરો ના" નારા સાથે જે પ્રમાણે અંગ્રેજો સામે આંદોલન કર્યુ હતુ, એજ પ્રમાણે અમે આદિવાસીઓ અમારી જમીનો બચાવવા માટે એકઠા થઈને "કરો યા મરો" અને "મરો યા મારો" ના નારા સાથે એક થઈ ઉગ્ર આંદોલન કરીશુ અને સરકારને ચીમકી આપીએ છીએ કે, જો આ એરપોર્ટ રદ કરવામાં નહીં આવે તો અમે જાતે જ આત્મહત્યા કરીશું, પરંતુ અમે એક ઈંચ પણ જમીન આપવા તૈયાર નથી તેમ જણાવ્યુ હતુ.
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે એરપોર્ટ બનાવવાના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરતા ખેડૂત રમણ બારીઆએ જણાવ્યુ હતુ કે, આ એરપોર્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ, પાણી એજ અમારુ જીવન છે, જંગલ એ જ અમારુ જીવન છે, જમીન જ અમારુ જીવન છે, જમીન ઉપર અમી વસવાટ કરીને જીવન ગુજારી રહ્યા છે, આ જમીનના મૂળ માલિક છે આદિવાસીઓ, અમને મારી નાખશે તો અમે મરવા તૈયાર છીએ, ફાંસીને માંચડે ચઢવા તૈયાર છીએ, છેવટે આત્મહત્યા પણ કરી લઈશુ પરંતુ અમે અમારી જમીનો છોડવાના નથી તેમ જણાવ્યુ હતુ.
દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોરનો વિરોધ કરાયો હતો
ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોરના વિરોધ બાદ પુનઃ ફરી એકવાર ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ ગ્રામજનો દ્વારા ઉઠવાવવામાં આવી રહ્યો છે. ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતો દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટની સ્થળ ચકાસણી તેમજ માપણી કરવા આવેલા તંત્રના સત્તાધીશોને આ કામગીરીનો થોડા દિવસો પહેલા વિરોધ નોંધાંવ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર ખેડૂતોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓની સ્થળ પર રજૂઆતો સાંભળી હતી. ત્યારે આ મામલો પુનઃ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
જમીનો છીનવી લેવાનું ષડયંત્ર રચવાના આક્ષેપો આજરોજ ઉપરોક્ત ઝાલોદના ગ્રામજનોના ખેડૂતોએ દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ડોમેસ્ટિક એરપોર્ટને પગલે પોતાની જમીનો, મકાનો છીનવાઈ જતાં હોઈ તેઓ આ ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોની બંધારણીય હક અનુસાર, કોઈપણ તેઓની જમીન છીનવી શકતું નથી. ડોમેસ્ટિક એરપોર્ટના નામે ખાનગી જમીનો છીનવી લેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યાં છે.
જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
વધુમાં ખેડૂતોના જણાવ્યાં અનુસાર, ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણથી પોતાને શું ફાયદો થશે? તેનું વિપરીત આ ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણથી ખેડૂતોને નુકસાન થનાર છે. પોતે સંયુક્ત પરિવારમાં રહેતાં હોઈ અને તેમાંય ખેતીની જમીન અને મકાન પોતાનું આજીવિકાનું માધ્યમ છે. સરકાર સાચા અર્થમાં ખેડૂતોનો વિકાસ કરવા માંગતી હોય તો કડાણા અને નર્મદા ડેમના પાણીની સુવિધા પુરી પાડે. માટે આ ડોમેસ્ટિક એરપોર્ટની સર્વે મામલે ખેડૂતો સખત વિરોધ કરી રહ્યાં છે. પંદર દિવસની અંદર આ ડોમેસ્ટિક એરપોર્ટ આ ગામોમાંથી રદ કરો અને અન્ય જંગલની જમીનમાં બનાવવામાં આવે તેવી જાહેરમાં જાહેરાત કરવામાં નહીં આવે.આગામી દિવસોમાં દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો એક થઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
દાહોદ ડોમેસ્ટિક એરપોર્ટ કેમ ખાસ?
ઝાલોદ તાલુકામાં નિર્માણ થનારા ડોમેસ્ટિક એરપોર્ટ વડોદરા, અમદાવાદ, ઇન્દોર અને ઉદયપુરનું મધ્ય કેન્દ્ર બનશે. વિવિધ દિશામાં આવેલાં આ એરપોર્ટથી ઝાલોદના એરપોર્ટનું અંતર પણ નકશામાં દર્શાવાયું છે. એમાં ઝાલોદના એરપોર્ટથી વડોદરા 120 કિમી, અમદાવાદ 160 કિમી, ઇન્દોર 160 કિમી અને ઉદયપુર 210 કિમીના સર્કલમાં આવે છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઇવે 56ને અડીને આવેલાં 4 ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સરવે કરવા માટે નકશો તૈયાર કરાયો હતો, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા વિભાગ દ્વારા સરવે માટે એક ટીમ બનાવી છે. એમાં અમન સૈની જી.એમ, રામનિવાસ કુમાવત એજીએમ, મોહસિન કમાલ એજીએમની દેખરેખમાં ગુલસેલ વિભાગના ઈશ્વરભાઈ દેસાઈની નોડલ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર એરપોર્ટ માટે વિસ્તારના વાતાવરણનો પણ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ભૌગોલિક સરવે કરીને એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે. એમાં 4190 એકર જમીનની જરૂર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભૌગોલિક સરવેના નકશામાં વર્ણન
એરપોર્ટ ગ્રાઉન્ડ અને રનવે સહિતની માહિતી પણ દર્શાવી છે. ભૌગોલિક સરવેમાં વિસ્તારના ફોટા, આબોહવા અને આસપાસના પ્રદેશનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ દાહોદ એરપોર્ટથી વડોદરા, અમદાવાદ, રાજસ્થાનનું ઉદયપુર અને મધ્યપ્રદેશના ઇન્દોરના ડોમેસ્ટિક એરપોર્ટ તથા અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટનું આલેખન કરવામાં આવ્યું છે.
#CMOGuj @CollectorDahod#jhalod #airport
Comments
Post a Comment