પૂર્વ PM મનમોહન સિંહનુંનિ ધન: 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે લીધા અંતિમ શ્વાસ; PM મોદી-શાહે ટવીટ કરી શ્રદ્ધાંજલિ આપી

 પૂર્વ PM મનમોહન સિંહનુંનિ ધન: 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે લીધા અંતિમ શ્વાસ; PM મોદી-શાહે ટવીટ કરી શ્રદ્ધાંજલિ આપીhttps://youtube.com/shorts/VqzE74aOdQg?si=anG2G-4rVu45IlZp

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. બેહોશ થઈ જતાં તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે 9:51 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.


મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ એઈમ્સ પહોંચ્યા. બીજી તરફ પીએમ મોદીએ સિંહના પરિવાર સાથે વાત કરી હતી.


દરમિયાન, કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે. તેઓ મોડી રાત્રે દિલ્હી પહોંચશે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર