ભાજપ દ્વારા 12 મંડલોના પ્રમુખોની ઘોષણા: મોડી સાંજે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ
ભાજપ દ્વારા 12 મંડલોના પ્રમુખોની ઘોષણા: મોડી સાંજે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ
• દાહોદમાં ભાજપે ગત ટર્મના મહામંત્રીને શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપીhttps://youtube.com/shorts/GC79FJCbuC0?si=bFZeHUJZYjLU23Vp
ભાજપ દ્વારા દાહોદના 9 તાલુકાના 12 મંડલના પ્રમુખોની જાહેરાત મંગળવારની સાંજે કરી હતી . પ્રમુખ બનવા માટે વય મર્યાદા 40 વર્ષની ઉપર ન હોવી જોઈએ તેવો નવો નિયમ અમલી બનાવાતાં અનેકના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.
દાહોદ જિલ્લાના 12 મંડલમાંથી 94 લોકોએ શહેર અને તાલુકા માટે પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. મંડલ પ્રમુખ તરીકેની દાવેદારીઓ મંગાવ્યા બાદ દરેક મંડલમાં આવતા બુથ પ્રમુખ પાસેથી મંડલ પ્રમાણે મંડલ પ્રમુખ માટેના સેન્સ દાહોદ મોકલવામાં આવેલા પ્રદેશ ચૂંટણી સહ સંયોજક યોગેન્દ્રસિંહ ગોહિલે દ્વારા લેવામાં આવ્યા હતાં. કેન્દ્રની ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાન સભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ મંગળવારે જાહેરાત કરી હતી. જેમાં દાહોદ શહેરમાં ગત ટર્મમાં મહામંત્રી રહેલા અર્પિલ શાહને શહેર પ્રમુખનો તાજ અર્પણ કરાયો હતો. અર્પિલ શાહ આ અગાઉ દાહોદ શહેર ઉપપ્રમુખ, દાહોદ શહેર યુવા મોર્ચા પ્રભારી, મહામંત્રી અને ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સાથે લીમખેડા મંડલના પ્રમુખ તરીકે સામાભાઇ કટારા, ધાનપુરમાં રાકેશભાઇ ખાબડ, દાહોદ તાલુકામાં લલાભાઇ ડામોર, દેવગઢ બારિયા નગરમાં સુદીપકુમાર સોની, દેવગઢ બારિયા તાલુકામાં હરેશકુમાર પટેલ, ઝાલોદ નગરમાં મયુરકુમાર પંચાલ, ઝાલોદ તાલુકામાં સુરેશભાઇ ભાભોર, સીંગવડમાં મહેશભાઇ બારિયા, સંજેલીમાં સુરેશકુમાર ચારેલ અને ગરબાડામાં પ્રજીતસિંહ રાઠોડના નામની પ્રમુખ તરીકે ઘોષણા કરવામાં આવી હતી.
Comments
Post a Comment