#BZ ગ્રુપ અને CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને 6000 કરોડની વાત
#BZ ગ્રુપ અને CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને 6000 કરોડની વાત
વાત એમ છે કે કેટલાય લોકો એક 'મિસ્ટ્રી ગર્લ'ને શોધી રહ્યા છે..મિસ્ટ્રી ગર્લ સાથે જ આ બધો ખેલ શરૂ થયાની ચર્ચા છે બાદમાં બંને અલગ થયા છે... હવે ક્યારે સામે આવે એ જોવું રહ્યું
હવે વાત એ છે કે પૈસા રોકાણકારો પાસેથી લીધા છે પણ વાત એવી પણ છે કે પૈસા લીધા છે તો હજુ કોઈ સામે એવું આવ્યું નથી કે જે કહે કે પૈસા અમને મહિને મળતા નથી કે ચાઉં થઈ ગયા.. આજે એક ભાઈએ કહ્યું કે ધંધો કરું છું અને 5 લાખ રૂપિયા રોક્યા છે પણ મહિને 3% વ્યાજ મળે છે...
"CID ક્રાઇમની મુશ્કેલી"
કોઈ સામે આવતું નથી એટલે તપાસ એજન્સીને પણ મુશ્કેલી પડી રહી છે... દરોડા દરમિયાન દસ્તાવેજો તો જપ્ત થયા પણ એવું કંઈ હાથ લાગ્યું નથી જેથી ધરપકડ કરાયેલા લોકો સામે મજબૂત પુરાવા હોઈ એટલા માટે જ આજે કોર્ટે 10 દિવસની માંગ સામે ભૂપેન્દ્રસિંહની નજીકના મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ આપ્યા અને બાકીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દિધા છે અને હેલ્પ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
"રોકાણકારો ક્યારે કંટાળશે !!"
નાના રોકાણકારોને પૈસા મળી રહ્યા છે..નથી મળી રહ્યા એવા મોટા માથા સામે આવી નથી રહ્યા... વાત મળી રહી છે કે રોકાણકારોમાં વકીલો, પોલીસ, બિઝનેસમેન, પત્રકારો, શિક્ષકો અને નિવૃત્ત થઈ ચૂકેલા મોટા અધિકારીઓના પૈસા છે જે હજુ રાહ જોઈ રહ્યા છે એવામાં એજન્ટો ઓફિસ બંધ કરી રહ્યા છે.. કેટલાકે કરી દીધી છે તો કેટલાકની ધરપકડ થઈ છે અને કેટલાકના ધરપકડના ભણકારા વર્તાઈ રહ્યા છે.. મહિનાની 1થી 5 તારીખમાં પૈસા મળી રહ્યા છે હવે ભૂપેન્દ્રસિંહ ભૂગર્ભમાં છે, નજીકનો મયુર દરજી પોલીસ પાસે છે એવામાં જો આર્થિક વ્યવહારો બંધ થવાની શક્યતાઓ છે જો આ સાયકલ તૂટે અને 2-3 મહિના સુધી પૈસા ન મળે તો રોકાણકારોનો રાફડો ફાટે એવી પ્રબળ શક્યતાઓ છે.
વાત એવી પણ મળી રહી છે ભૂપેન્દ્રસિંહ શિક્ષણ ક્ષેત્રમાં પણ રોકાણ કરતો હતો, NGO સાથે પણ સંકળાયેલો હતો અને નાણા લીગલ કરી રહ્યો હતો... હિંમતનગર ખાતેની BZની ઓફિસમાં બીટકોઇનનો લોગો પણ કેટલાક સંકેતો આપે છે.
ભૂપેનસિંહના ગામમાં કેટલાક લોકો એવા પણ મળ્યા જેણે કહ્યું કે અમારે જરૂર હતી ત્યારે અમારા સગાઓએ મદદ નહોતી કરી પણ હોસ્પિટલમાં હતા ત્યારે ભૂપેન્દ્રસિંહે હોસ્પિટલમાં આવીને આર્થિક મદદ કરી હતી... ચર્ચા એવી પણ છે કે છેલ્લા 2 મહિનાથી ભૂપેન્દ્રસિંહે પેમેન્ટ લેવાનું પણ બંધ કરી દીધું હતું... રોકાણકારો જ સામે આવીને કેટલા રોક્યા છે એ નથી બોલી રહ્યા તો આ 6000નો આંકડો કેવી રીતે સાચો માનવો એ પણ વિચારવા લાયક છે
વાતો તો ઘણી બધી છે અને કાગળ પર ખૂબ ઓછું છે.. હવે જોવું રહ્યું કે CID ક્રાઇમ કેટલુ શોધી લાવે છે
Comments
Post a Comment