મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં

મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં

  • મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલે પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં જઈને સગીરાના અપહરણકારને સગીરા સાથે ઉઠાવી લાવ્યા છે. આ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં વેશપલટો કરી આરોપીનું પગેરું શોધી કાઢીને સગીરા સાથે આરોપીને પકડી પાડ્યો હતો અને ત્યાંથી મોરબી લઈ આવ્યાં હતા. 
  • મોરબીમાંથી પરપ્રાંતીય સગીરાનું આરોપીએ કર્યું અપહરણ
  • મોરબીના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાં તેના પરિવાર સાથે રહેતી મૂળ મધ્યપ્રદેશની એક 17 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળના મેદનીપુરાના એક ગામમાં રહેતો 20 વર્ષીય આરોપી રણજીત કલીપદા મન્ના લગ્ન કરવાની લાલચ આપીને જાતીય શોષણ કરવાંના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ- 137(2), 87 તથા પોક્સો કલમ-18 મુજબ ગુનો નોંધ્યો હતો.
  • PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી મેદનીપુર મોકલવામાં આવ્યાં 
  • ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક પી.એમ.ઝાલાએ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર સગીરાને શોધી કાઢવા સુચના આપી હતી. ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી આરોપી પશ્વિમ બંગાળના મેદનીપુર ખાતે હોવાની માહિતી મળતા PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવીને મેદનીપુર મોકલવામાં આવ્યા હતાં. 
  • PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી વેશપલટો કરી આરોપી અને સગીરાને ઉઠાવી લાવ્યાં
  • PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં વેશપલટો કરી બાઈક પર બે દિવસ ફરીને સ્થાનિક પોલીસની મદદથી પૂર્વ મેદનીપુરના રામગામેત્યા ગામથી આરોપી રણજીત કલીપદા મન્નાને સગીરા સાથે પકડી પાડ્યો હતો. ત્યાંથી આરોપી અને ભોગ બનનાર બંનેને મોરબી લાવ્યાં હતા. પોલીસે ભોગ બનાનર સગીરાને તેના પરિવારને સોંપી હતી.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર