Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!
Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!
માહિતી અનુસાર, ભાજેપ 11 સભ્યોની આ કોર કમિટીની જાહેરાત કરી છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપ જાહેર કરાયું છે...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા Gujarat BJP એ કોર ટીમ જાહેર કરી
ભાજપે 11 સભ્યોની કોર ટીમ જાહેર કરી
પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપની જાહેરાત કરાઈ
CM ભૂપેન્દ્રભાઇ પટેલ, DyCM હર્ષભાઇ સંઘવી સામેલ
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ કોર ટીમમાં સામેલ
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ કોર ટીમમાં સામેલ કરાયા
રાજ્યમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Eelections) થવાની છે ત્યારે તેને લઈને સત્તારૂઢ પક્ષ ભાજપ (Gujarat BJP) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોર ટીમની (Core Team) જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ભાજપ દ્વારા 11 સભ્યોની આ કોર કમિટીની જાહેરાત કરાઈ છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપ જાહેર કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi), પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma), પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Paatil) સામેલ છે.
Gujarat BJP એ 11 સભ્યોની કોર ટીમ જાહેર કરી
આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સંકલન સમિતિ (Core Team) ની જાહેરાત કરવામાં આવી. આ કોર ગ્રૂપમાં 11 સભ્યોને સામેલ કરાયા છે. આ ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi), પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma), પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Paatil), પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજ્ય સરકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી ઋષિકેશભાઈ પટેલને સામેલ કરાયા છે.
આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ તૈયાર કરાશે!
ઉપરાંત, આ કોર ગ્રૂપમાં (Gujarat BJP) ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, મંત્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી આઈ.કે. જાડેજાનું નામ પણ સામેલ છે. માહિતી અનુસાર, આ કોર ટીમ દ્વારા રાજ્યમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ચર્ચા-વિચારણા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
Comments
Post a Comment