અભલોડ ખેડા ફળિયામાં પાંચ વર્ષથી બનીને તૈયાર પંચાયત ભવન ધૂળ ખાય છે!
"દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.https://www.facebook.com/share/r/14eRL6VoreK/ ગરબાડાના અભલોડ ગામના ખેડા ફળિયામાં ગ્રામ પંચાયતનું નવું ભવન બન્યાને પાંચ-પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં આજ દિન સુધી આ પંચાયત કાર્યરત કરવામાં આવી નથી. સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે આ પંચાયત કચેરીમાં ન તો ક્યારેય તલાટી બેસે છે કે ન તો સરપંચ દેખાય છે! પંચાયતને કાયમી તાળા લટકેલા રહેતા હોવાથી ગામલોકોને આવક, જાતિના દાખલા કે અન્ય સરકારી યોજનાના કામો માટે કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. 'ડિજિટલ ઇન્ડિયા' અને વિકાસના દાવાઓ વચ્ચે અભલોડ ગામના લોકો પાયાની વહીવટી સુવિધાઓ માટે પણ તરસી રહ્યા છે. ગ્રામજનો હવે સીધો સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ લાપરવાહીનો જવાબદાર કોણ? તંત્રની આ ઉદાસીનતા સામે સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પંચાયત તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે."
Comments
Post a Comment