ભારત- શ્રીલંકા સમુદ્રી સીમા પાસે અમેરિકી સબમરીને ઘાતક હુમલો કરી ઈરાની જહાજના ભૂક્કા કાઢી નાંખ્યા
ટોર્પિડો દ્વારા જહાજને ઉડાવતી તસવીરો અમેરિકી નૌસેનાએ જાહેર કરી છે.https://youtube.com/shorts/uAuaRPVdVSA?si=hgj5U78_nJOAzWju
ઈરાની યુદ્ધ જહાજ પર થયેલા હુમલામાં 100થી વધુ ગુમ, 78 ઘાયલ.
બુધવારે સવારે હિંદ મહાસાગરમાં એક મોટી ઘટના ઘટી.
છે. ઈરાની નૌકાદળનું ફ્રિગેટ #IRISDena અમેરિકી સબમરીન હુમલા બાદ ડૂબી ગયું.
શ્રીલંકાના ગાલે (Galle) શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ દક્ષિણમાં આ ધટના બની. જ્યાં જહાજ સંપૂર્ણપણે ડૂબી ગયું છે. જહાજ પર કુલ 180 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાની જહાજ તરફથી ઈમરજન્સી સિગ્નલ મળતા જ શ્રીલંકન નૌકાદળ દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં નૌકાદળ દ્વારા લગભગ 30 થી 32 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે કે ઘાયલ થયેલા 78 સૈનિકોને શ્રીલંકાના ગાલે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
IRIS Dena જહાજ ભારતમાં નૌકાદળના એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યું હતું ત્યારે આ હુમલો થયો હોવાનું કહેવાય છે.
#Iran | #Israel | #IranWar
Comments
Post a Comment