ગાંધીનગર | HUDA મુદ્દે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર | HUDA મુદ્દે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં HUDA મુદ્દે રજૂઆત કરવા આવેલા સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનોના પ્રશ્નો અને સૂચનોને રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોની રજૂઆત અને મુદ્દાઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) રચવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Comments

Post a Comment

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત