મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા?

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા?
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા ?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જે.પી. નડ્ડાને મળશે એવી માહિતી છે.

ગાંધીનગર | ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચાનક દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, ત્રણેય નેતાઓ દિલ્હીમાં રાત્રિ રોકાણ કરશે અને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતા છે.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં

ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા

આજે સવારે PM મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત

અમિત શાહ અને જે.પી. નડ્ડા સાથે પણ બેઠકની શક્યતા


માહિતી મુજબ, આજે બપોર બાદ ત્રણેય નેતાઓ દિલ્હીથી ગુજરાત પરત ફરી શકે છે. સાથે જ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર અને RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ પણ દિલ્હીમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતનાં ટોચના નેતાઓની અચાનક દિલ્હી મુલાકાતના સમાચાર સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.

Comments

Popular posts from this blog

Gujarat BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપની મોટી જાહેરાત!

Somnath ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdishbhai Panchal પહોંચ્યા સોમનાથ

દાહોદ DPEO અને શિક્ષણ નિયામકની બેદરકારીથી કચ્છની લાયક ઉમેદવાર નોકરીથી વંચિત