દુબઇ એર શોમાં શહીદ થયેલા વિંગ કમાન્ડર નમન સ્યાલ કોણ હતા? તેમના પત્ની પણ છે વાયુસેનામાં!
દુબઇ એર શોમાં શહીદ થયેલા વિંગ કમાન્ડર નમન સ્યાલ કોણ હતા? તેમના પત્ની પણ છે વાયુસેનામાં!
દુબઇ એર શોમાં તેજસ ફાયટર જેટ ક્રેશ
પાયલટ વિંગ કમાન્ડર નમન સ્યાલ શહીદ
શુક્રવારે દુબઈમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. ફ્લાઇટ ભરી રહેલું ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ ક્રેશ થયું, જેમાં પાયલટ નમન સ્યાલ (35) (Namansh Syal) શહીદ થયા. સ્થાનિક સમય મુજબ સવારે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો. નમન સ્યાલ મૂળ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પટિયાલકર મતવિસ્તારના રહેવાસી હતા. તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે શાળા છોડ્યા પછી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા અને તેમની ગણના એક કુશળ અને હિંમતવાન પાયલટ તરીકે થતી હતી.
પાયલટ નમન સ્યાલ દુબઇ એરશોમાં થયા શહીદ
નમન સ્યાલ પટિયાલકરના રહેવાસી અને સેવાનિવૃત્ત જગન્નાથ સ્યાલ અને તેમની પત્ની વીણા દેવીના પુત્ર હતા.
પરિવારમાં તેમની એક બહેન પણ છે. તેમની પત્ની અફશાન જે ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે સેવા આપે છે. નમાંશના લગ્ન 2014 માં થયા હતા અને તેમને સાત વર્ષની પુત્રી છે. તેમની પત્ની, અફશાન, પોતે પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે. પિતા ગગન કુમારે જણાવ્યું હતું કે નમનનો મૃતદેહ હજી સુધી ભારત આવ્યો નથી અને આ અંગે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનાથી માત્ર પટિયાલકર ગામમાં જ નહીં, પરંતુ સમગ્ર નાગરોટા બાગવાન મતવિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Comments
Post a Comment