કોડીનાર BLO આત્મહત્યાને લઈ શિક્ષણ મંત્રીની પરિજનો સાથે મૂલકાત : પરિવારમાં સંતોષ, મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા
રાજ્યના શિક્ષણ મંત્રી અને પરિવાર વચ્ચે 45 મિનિટની મહત્વપૂર્ણ બેઠક : માંગણીઓ સાંભળી, કાર્યવાહીનું આશ્વાસન — પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર
આજે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા દ્વારા মৃতકના પરિવારજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ ચાલેલી બેઠક દરમિયાન પરિવારે પોતાની વિવિધ માંગણીઓ અને ચિંતાઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી.
શિક્ષણ મંત્રીએ પરિવારને પૂરી સાંત્વના આપીને તેમની માંગણીઓને ગંભીરતાથી સાંભળવાની સાથે યોગ્ય અને જરૂરી પગલાં લેવાના આશ્વાસન આપ્યા હતા.
બેઠક બાદ પરિવારમાં સંતોષ જોવા મળ્યો હતો અને ચર્ચા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તંત્રએ પરિવાર સાથે સતત સંવાદ જાળવી રાખ્યો હતો, જેથી પરિસ્થિતિને શાંત અને સંવેદનશીલ રીતે સંભાળી શકાય.
Comments
Post a Comment