Posts

Showing posts from January, 2025

100 રોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં મંત્રીના મળતિયાનો ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના

Image
  100 રોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં મંત્રીના મળતિયાનો ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા https://youtube.com/shorts/rWYb--OXNfQ?si=UdaMxpX_n955CF3S https://youtube.com/shorts/rWYb--OXNfQ?si=UdaMxpX_n955CF3S  યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ લીધી કુઆ ગામ, ઢેલાણા ગામ અને નાડાતોડ ગામસ્થળ ખાતે મનરેગા ના કામો ફકત કાગળ પર થયા કર્યો કરોડો નો ભ્રષ્ટાચાર કરી સ્થળ સાઈટ ની વિઝીટ. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે અંદાજે રૂ. 100 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મુદ્દો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી 1.ડો. પ્રભાબેન તાવિયાડ (પૂર્વ સંસદસભ્ય) 2.શ્રી ગુલાબસિંહ ચૌહાણ (ધારાસભ્ય) 3.શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા (પૂર્વ ધારાસભ્ય) 4.શ્રી નરેન્દ્ર રા...

ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!

Image
 Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી! Dahod ભાજપનાં કાઉન્સિલરની આત્મવિલોપનની ચીમકી વોર્ડ.1 માં પાણીની સમસ્યા મુદ્દે કાઉન્સિલરે કરી અનેક રજૂઆત MGVCL અને પાણી પુરવઠાની બેદરકારીનો લગાવ્યો આક્ષેપ વહેલી તકે સમસ્યાનું સમાધાન ન થાય તો આત્મવિલોપનની ચામકી દાહોદમાં (Dahod) પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની બેદરકારી એટલી હદ્દે વધી કે તેનાંથી કંટાળી ભાજપનાં (BJP) કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આરોપ છે કે પાણીની સમસ્યા મુદ્દે અનેક વાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનાં પેટનું પાણી ન હલતા આખરે ભાજપ કાઉન્સિલરે કંટાળીને વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સવાલ થઈ રહ્યા છે જો કાઉન્સિલરની જ રજૂઆતોને ધ્યાને લેવાતી નથી તો પછી સામાન્ય માણસની ફરિયાદ કોણ સાંભળે ? કાઉન્સિલરે અનેક વખત રજૂઆતો કરી પણ ઉકેલ ન આવ્યો! આરોપ અનુસાર, દાહોદમાં (Dahod) વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. ગોડીરોડ વિસ્તારને કડાણા ડેમમાંથી પાણીનો સપ્લાય મળે છે પરંતુ, અવારનવાર ખામીને લઈને વિસ્તારમાં પાણી રેગ્યુલર ન મળતા લોકોએ કાઉન્સિલરને રજૂઆત કરી...

નીતિન પટેલે ફોન જતા જ અધિકારી બોલ્યા - આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ ...

Image
 મહેસાણામાં નીતિન પટેલની પ્રભાવશાળી છબી: નીતિન પટેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમનું પ્રભાવવર્તુળ કેટલું વિશાળ છે. કડીમાં રેલવે સ્ટેશન પાસે ટુ વ્હીલર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી પડી રહી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વેપારીઓએ નીતિન પટેલનો સંપર્ક કર્યો. https://youtube.com/shorts/chAYe7l4t2g?si=91TfoUBhAST5n9VU નીતિન પટેલે તાત્કાલિક રેલવે અધિકારીઓને ફોન કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કહ્યું. રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમાર સિંઘ સાથેની વાતચીતમાં નીતિન પટેલે જે પ્રભાવ દર્શાવ્યો તે અદભુત હતો. અધિકારીએ નીતિન પટેલને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ તેમનો આદેશ મળતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવી દેશે. આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે નીતિન પટેલનું પ્રભાવવર્તુળ કેટલું વિશાળ છે અને તેઓ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કેટલા સક્રિય છે. આ ઘટનામાંથી શું શીખ મળે છે:  * નીતિન પટેલ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.  * સરકારી અધિકારીઓને જવાબદાર બનાવવા માટે લોકોએ એક થઈન...

Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

Image
  Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ https://youtube.com/shorts/DFWaoDANIEU?si=iOLfnrydQQshWDEl 1. ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરાઈ 2. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો 3. ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં Khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ આમાં સંડોવાયેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કર...

સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ

Image
સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ  અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિ ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ  નાણા ધીરધાર ના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની આપી હતી ધમકી જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓ એ પચ્ચીસ લાખ ની કરી હતી માંગ  બે લાખ રોકડ લીધા હતા છ ઇસમો એ અન્ય નાણા અન્ય જગ્યા થી આપવા ની વાત કરતા સમગ્ર ભાંડો ફુટીયો હતી  સુખસર પોલીસે અમદાવાદ ના ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય રહે-હાથીજણ અમદાવાદ ,તેમજ દાહોદ ના અબ્દુલ સુલેમાન ને ઝડપી પાડેલ જયારે અન્ય ચાર ઇસમો થયા ફરાર  સુખસર પોલીસે એ છ ઇસમો વિરુદ્ધ સરકારી નોકર હોવાનુ ખોટી ઓળખ આપી છેતરપીંડી કર્યા અંગે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી

મોબાઈલ ના ઉપયોગથી દૂર રહેવા માટે બાળ આયોગ ને મોબાઈલ બાળ આયોગ ના સરકાર દ્વારા પણ સોશિયલ મીડિયાના સંદર્ભે નિયંત્રણ લાગવાનો પ્રયાસ કર્યો છે

Image
મોબાઈલના વધતા ઉપયોગ અને તેના બાળકો પર પડતા નકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને, બાળ આયોગ અને સરકારો આ મામલે ગંભીરતાથી વિચાર કરે છે. જે રીતે બાળકોમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા વપરાશ વધ્યો છે, તે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને માનસિક વિકાસ પર અસરકારક થઈ શકે છે. https://youtube.com/shorts/DQkiWQeu_qg?si=W_tO9a3qJWKqSXAe બાળ આયોગ દ્વારા થયેલી બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ ચર્ચામાં નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો 1. મોબાઈલના ઉપયોગની મર્યાદા માટે જાગૃતિ: બાળકોમાં અને તેમના માતા-પિતા વચ્ચે જાગૃતતા લાવવી કે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે મર્યાદિત રાખી શકાય. 2. સોશિયલ મીડિયાના નિયંત્રણ: કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિઓના આધારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયંત્રણ લાગુ કરવાના પ્રયાસો. 3. એક્શન પ્લાનનું અમલીકરણ: રાજ્ય સરકાર દ્વારા નિયમો ઘડીને તેની અમલવારી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવી. 4. માતા-પિતાની જવાબદારી: બાળકો પર નજર રાખવાની અને તેમને વધુ સમયે આઉટડોર પ્રવૃત્તિઓમાં સામેલ કરવાના પ્રયાસો. આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ છે, બાળકોને મોબાઈલના વધુ ઉપયોગથી...

પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું ન્યાય નથી ઈચ્છતા?

Image
પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું ન્યાય નથી ઈચ્છતા? https://youtube.com/shorts/LvjyTFbzVdk?si=NQjCSlwu1dJLYmDK   વીડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો લિંક પર પાયલ ગોટી મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયુ 2. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી 3. પરેશ ધાનાણી કેમ પોલીસની કામગીરીમાં બાધા નાખી રહ્યાં છે? Amreli: પાયલ ગોટીને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. એકબાજુ પાયલ ગોટી જજ સામે પોલીસે તેની સાથે કોઈ હેરાનગતિ કરી નથી, અને મીડિયા સામે એવું કહે છે કે, પોલીસે પટ્ટા માર્યા છે! તો હવે આમાં સાચું કોણ? હવે જ્યારે પોલીસ પાયલ ગોટીને સિવિલ ખાતે મેડિકલ માટે લઈ જઈ રહીં હતી, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય? આખરે કેમ પરેશ ધાનાણીને SIT ની ટીમને રોકવી પડી? વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને અડધા રસ્તે રોકી દીધી અત્યારે પાયલ ગોટીનો કોઈ રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે SIT ની ટીમ પાયલના ઘરે પહોંચી હતી અને પાયલને ...

પ્રમુખ પદનો તાજ: દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 3 મહિલાઓ સહિત 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લીમખેડા તાલુકાને પ્રમુખ પદ મળવાની શક્યતા

Image
  પ્રમુખ પદનો તાજ: દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 3 મહિલાઓ સહિત 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લીમખેડા તાલુકાને પ્રમુખ પદ મળવાની શક્યતા દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદની દોડ માટે દાહોદ જીલ્લા માંથી 3 મહિલા સહિત કુલ 50 ઉમેદવારો દ્વારા પોત પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં છે. દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા માટે તમામ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ તેમજ થનગનાટ પણ જોવા મળ્યો હતો. દાહોદ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભાવિ પ્રમુખોની અટકળો અને ચર્ચાઓ વચ્ચે આજરોજ દાહોદ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ પદના દાવેદારોએ પોત પોતાના ઉમેદવારી પત્રો પોતાના સમર્થકો સાથે ભરવા માટે ઉમટી પડ્યાં હતાં. આ વખતે અનુસુચિત જન જાતિ કે પછી સામાન્ય વર્ગને પ્રમુખ બનાવવામા આવશે ? તે મામલે પણ ચર્ચાઓ ગરમ બની છે. સવારે 11:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ઉમેદવારો પોત પોતાના ઉમેદવારી પત્રો ભરવા માટે રાફડો ફાડ્યો હતો જેમાં ત્રણ મહિલા ઉમેદવાર સહિત 50 ઉમેદવારો પ્રમુખ પદ માટે પોત પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જિલ્લા ભાજપ સંકલનની બેઠકમા ઉમેદવારોના નામો પર ચર્ચા કરાઈ દાહોદ જિલ્લા ભા...

વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયાં વડોદરા શહેર અને જિલ્લા ભાજપ-અધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય

Image
  વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયાં   https://youtu.be/tBPzHhkEOk0?si=TjNPPcE9u4_mnVuk વડોદરા શહેર અને જિલ્લા ભાજપ-અધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. ત્યારે આગામી દિવસોમાં સંકલન સમિતિ બાદ આખી યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ શહેર જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમાંમ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે.વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર સતીષભાઈ એમ. પટેલ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ યોગેશભાઈ અધ્યારુ ધર્મેશભાઈ પંડ્યા ગોપાલભાઈ રબારી અરવિંદભાઈ પટેલ ભર...

ભાજપની સેન્સપ્રક્રિયામાં શિસ્તના લીરા ઊડ્યા!: વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી, અન્ય નેતા કાર્યકર્તાઓમાં સોપો પડી ગયો

Image
ભાજપની સેન્સપ્રક્રિયામાં શિસ્તના લીરા ઊડ્યા!: વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી, અન્ય નેતા કાર્યકર્તાઓમાં સોપો પડી ગયો સેન્સ સમયે જૂથવાદ સપાટી પર આવ્યો               સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે, મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે. આ વાત હાઇકમાન્ડ સુધી જશે- સુનિતા શુક્લા વડોદરા શહેર મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું પ્રમુખ સાથે રૂબરૂ વાત કરીને મીડિયા સાથે વાત કરીશ. હું પ્રમુખની મંજૂરી લઈને આગળની કાર્યવાહી કરીશ. જે વિવાદ છે એ અંગે પહેલા પ્રમુખને કહીશ, પછી મીડિયાને કહીશ. મેં કોઈ પ્રકારનો સ્પ...