પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું ન્યાય નથી ઈચ્છતા?

પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું ન્યાય નથી ઈચ્છતા?

https://youtube.com/shorts/LvjyTFbzVdk?si=NQjCSlwu1dJLYmDK 

વીડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો લિંક પર

પાયલ ગોટી મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયુ


2. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી


3. પરેશ ધાનાણી કેમ પોલીસની કામગીરીમાં બાધા નાખી રહ્યાં છે?


Amreli: પાયલ ગોટીને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે.


એકબાજુ પાયલ ગોટી જજ સામે પોલીસે તેની સાથે કોઈ હેરાનગતિ કરી નથી, અને મીડિયા સામે એવું કહે છે કે, પોલીસે પટ્ટા માર્યા છે! તો હવે આમાં સાચું કોણ? હવે જ્યારે પોલીસ પાયલ ગોટીને સિવિલ ખાતે મેડિકલ માટે લઈ જઈ રહીં હતી, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય? આખરે કેમ પરેશ ધાનાણીને SIT ની ટીમને રોકવી પડી?

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને અડધા રસ્તે રોકી દીધી


અત્યારે પાયલ ગોટીનો કોઈ રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે SIT ની ટીમ પાયલના ઘરે પહોંચી હતી અને પાયલને મેડિકલ માટે લઇ જવાની હતી. પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણી SIT ની ટીમને અડધા રસ્તે રોકી દે છે. એટલું જ નહીં પરંતુ અત્યારે મેડિકલ માટે કેમ લઈ જવામાં આવી રહીં છે? તેવા આક્ષેપો પણ કર્યાં હતા. પરેશ ધાનાણી દ્વારા પાયલને મેડિકલ માટે જવાતા અટકાવવાના પ્રયાસો થાય છે.આખરે પરેશ ધાનાણી કેમ પોલીસની કામગીરીમાં બાધા નાખી રહ્યાં છે. શું તેઓ દીકરીને ન્યાય મળે તેનું નથી ઈચ્છતા?

જો પટ્ટા મારવામાં આવ્યાં હોય તો મેડિકલ થવી જોઈએ

દીકરીને ન્યાય મળે અને લેટરકાંડનું સત્ય શું છે તે સામે આવે!જો પોલીસે દીકરીને પટ્ટા માર્યા હોય તો પછી તેમને સજા કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે! કારણ કે પાટીદારની દીકરી એ ગુજરાતની દીકરી છે તો તેને ન્યાય મળવો જ જોઈએ. જો દીકરીને પટ્ટા મારવામાં આવ્યાં હોય તો તેની મેડિકલ થવી જ જોઈએ. અને આક્ષેપો સાચા છે કે, ખોટા તેની સાચી હકીકત સામે આવવી જ જોઈએ. પરંતુ આવું ના થઈ શકે તે માટે ખુદ પરેશ ધાનાણી સામે આવ્યાં છે. હવે આને લઈને પણ રાજકારણ

કોના કહેવાથી પાયલે મીડિયા સમક્ષ આવું નિવેદન આપ્યું?


અત્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે. શું પાલય ગોટીનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે? કારણ કે, પોલીસે દાવો કર્યો છે કે, અમે પાયલ ગોટીને કોઈ માર માર્યો નથી. જ્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તેને પટ્ટા મારવામાં આવ્યાં છે. મોટો સવાલ તો એ થાય છે કે, પાયલ ગોટીએ જજ સામે આવી કબૂલાત કરી હતી કે, પોલીસે કોઈ હેરાનગતી કરી નથી! તો પછી પાયલ ગોટીએ બે નિવેદનો કેમ આપ્યાં? પયલ ગોટીએ કોના કહેવાથી મીડિયા સમક્ષ એવું કહ્યું કે, પોલીસે તેને માર માર્યો છે? આવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યાં છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર