પ્રમુખ પદનો તાજ: દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 3 મહિલાઓ સહિત 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લીમખેડા તાલુકાને પ્રમુખ પદ મળવાની શક્યતા

 પ્રમુખ પદનો તાજ: દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 3 મહિલાઓ સહિત 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લીમખેડા તાલુકાને પ્રમુખ પદ મળવાની શક્યતા


દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદની દોડ માટે દાહોદ જીલ્લા માંથી 3 મહિલા સહિત કુલ 50 ઉમેદવારો દ્વારા પોત પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં છે. દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા માટે તમામ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ તેમજ થનગનાટ પણ જોવા મળ્યો હતો.

દાહોદ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભાવિ પ્રમુખોની અટકળો અને ચર્ચાઓ વચ્ચે આજરોજ દાહોદ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ પદના દાવેદારોએ પોત પોતાના ઉમેદવારી પત્રો પોતાના સમર્થકો સાથે ભરવા માટે ઉમટી પડ્યાં હતાં. આ વખતે અનુસુચિત જન જાતિ કે પછી સામાન્ય વર્ગને પ્રમુખ બનાવવામા આવશે ? તે મામલે પણ ચર્ચાઓ ગરમ બની છે. સવારે 11:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ઉમેદવારો પોત પોતાના ઉમેદવારી પત્રો ભરવા માટે રાફડો ફાડ્યો હતો જેમાં ત્રણ મહિલા ઉમેદવાર સહિત 50 ઉમેદવારો પ્રમુખ પદ માટે પોત પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતાં.

જિલ્લા ભાજપ સંકલનની બેઠકમા ઉમેદવારોના નામો પર ચર્ચા કરાઈ



દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 11 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી, અને બપોરના 1:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યા હતા, દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 50 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી,  ઉમેદવારોના નામોને લઈને ચર્ચા માટે દાહોદ જીલ્લા ભાજપની સંકલનની બેઠક યોજાઈ હતી, જેમા જીલ્લાના ધારાસભ્યો અને સાંસદ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એક બાદ એક પ્રમુખ પદના ઉમેદવારો વિશે ગહન ચર્ચા વિચારણા કરવામા આવી હતી, જેમા 50 ઉમેદવારો પૈકી યોગ્ય અને સક્ષમ ઉમેદવારોના નામોની ચર્ચાઓ થયા બાદ ઉમેદવારોની યાદી ચુંટણી અધિકારી દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે મોકલવામા આવશે.


ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનો તાજ કોના સીરે પહેરાવવામા આવે છે તે તો જાહેરાત બાદ જ જાણી શકાશે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી લીમખેડા તાલુકો જીલ્લા ભાજપ પ્રમુખ પદથી વંચિત રહ્યો છે, ભુતકાળમા અનેકવાર રજૂઆતો અને માંગણી કરવા છતા લીમખેડા તાલુકા માંથી પ્રમુખ બનાવવામા આવ્યા નથી ત્યારે આ વખતે લીમખેડા તાલુકામા પ્રમુખ પદનો તાજ કોઈ કાર્યકર્તાને પહેરાવવામા આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી


દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી ત્યારે પ્રમુખ પદ માટે ત્રણ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી સૌને ચોંકાવી દીધા હતા જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુમારી વાઘેલા, દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીના પંચાલ, અને જીલ્લા ભાજપ મંત્રી ગીતા ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે દાહોદ જીલ્લા ભાજપ સંગઠનમા અત્યાર સુધી કોઈ મહિલાને જવાબદારી આપવામા આવી નથી, ત્યારે ભાજપ મોવડી મંડળ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહિલાને જવાબદારી સોંપી સૌને ચોંકાવી શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

દાહોદ જીલ્લા ભાજપ પદના ઉમેદવારોના નામ

• પ્રફુલ્લ દલસિંગ ડામોર


• અશ્વિન શામજી પારગી


• જીતેન્દ્રસિંહ બળવંતસિંહ રાઠોડ


• બાબુ દિપા આમલીયાર


• કિરણ સોમા રાવત


• રમેશ સળીયા તાવિયાડ


• નરેન્દ્ર અમૃતલાલ સોની


• મુકેશ વિરચંદ કર્ણાવટ


• લલિત મગન ભુરીયા


• હર્ષદ કિર્તનસિંહ નાયક


• મુકેશ કાળુ પરમાર


• પરેશ હસમુખ પંચાલ


• સ્નેહલ વિજય ધરીયા


• ડો.અભેસિંગ પ્રતાપસિંહ પટેલ


• ઉદેસિંહ અભેસિંહ લબાના


• સરદારસિંહ ચતુર પટેલ


• ગોબર મળા બારીઆ

• વનરાજસિંહ રાયભાણસિંહ ધિંગા


• સામા દલા કટારા


• રાહુલ બળવંત રાવત


• શંકર પુંજા પરમાર


• મુકેશ હિમ્મતસિંહ પટેલ


• પૃથ્વિસિંહ રતનસિંહ પુવાર


• સુરસિંગ હિરા ચૌહાણ


• ગોપસિંહ કેશરસિંહ લવાર


• પ્રદિપ સબુર મોહનીયા


• સરદારસિંહ ગોપસિંહ બારીઆ


• ખીમા બચુ સંગાડા


• હિતેષ ફતેસિંહ સોલંકી


• રમેશ રતના કટારા


• ભારતસિંહ નારસિંહ કટારા


• મુકેશ મનુ ખચ્ચર


• અભિષેક વાલજી મેડા


• ગૌતમ ગલા સંગાડા


• ભરતસિંહ વજેસિંહ સોલંકી

• નિરજ વાલજી મેડા


• કાળુ કાનજી નિનામા


• સુધિર કનૈયાલાલ લાલપુરવા

• લાલાલસિંહ દિતા ભાભોર

• પુનમ ચેનિયા નિનામા

• મનોજ નવિનચંદ્ર કિકલાવાલા

• વિનોદ લાલા રાજગોર

• દિપેશ રમેશચંદ્ર લાલપુરવાલા

• મુકેશ મોતિસિંહ માળી

• પંકજ પ્રહલાદ અગ્રવાલ

• જેસિંગ સવસીગ વસૈયા

• નિમેષ સોમેશ્વરપ્રસાદ જોષી

• શિતલકુમારી ભાવસિંહ વાઘેલા

• રીનાબેન ધમુભાઈ પંચાલ

ગીતાબેન નિર્મળસિંહ ચૌહાણ

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર