Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

 Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડhttps://youtube.com/shorts/DFWaoDANIEU?si=iOLfnrydQQshWDEl


1. ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરાઈ


2. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો


3. ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં


Khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં


પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ આમાં સંડોવાયેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી


નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કરી રહીં હતી, જેમાં કાર્તિક પટેલ છેલ્લા ઘણાં સમયથી એક દેશમાંથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. કાર્તિક પટેલે અનેક વખત અરજીઓ કરીને જામીન માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં નહોતા. જેથી તેને ભારતમાં પાછુ આવવું પડ્યું હતું. જેમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર