Posts

Showing posts from July, 2023

શિક્ષણ મંત્રી APS અભયસિંહ ઝાલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર

Image
  શિક્ષણ મંત્રી APS અભયસિંહ ઝાલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શિક્ષણમંત્રી કાર્યાલયના અધિક અંગત સચિવ અજયસિંહ ઝાલાને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જી હા. ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગા સામેની ચાલી રહેલ તપાસમાં અજયસિંહ ઝાલાનું નામ આવતાં આ નિર્ણય લેવાયો છે. એસ. કે. લાંગાના કાર્યકાળ દરમિયાન અજયસિંહ DCLR હતા. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે અભયસિંહ ઝાલા ફરજ બજાવતા હતા.

ગુજરાત ips બદલી મોટા ફેરફાર એક સાથે 75 થી વધુ આઇપીએસની બદલી

 (1) ડૉ. શમશેર સિંઘ, IPS (GJ:1991), પોલીસ કમિશ્નર, વડોદરા શહેરની બદલી અને પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર અધિક પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં કેડર પોસ્ટ અપગ્રેડ કરીને પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર શ્રી નરસિમ્હા એન.જી.69 ની બદલી કરવામાં આવી છે. 2) શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, IPS (GJ:1993), અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની ખાલી કેડર પોસ્ટ પર પોલીસ મહાનિર્દેશકના ગ્રેડમાં એક્સ-કેડર પોસ્ટને એડિશનલ ડાયરેક્ટરની કેડર પોસ્ટમાં ડાઉનગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. જનરલ ઓફ પોલીસ ગ્રેડ. (3) ડૉ. નીરજ ગોત્રુ, IPS (GJ:1993), ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડસ, અમદાવાદની બદલી કરવામાં આવી છે અને અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરની ખાલી સંવર્ગની જગ્યા પર ભૂતપૂર્વ ડાઉનગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરની કેડર પોસ્ટથી અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરમાં કેડર પોસ્ટ. (4) શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ, IPS (GJ:1995), અધિક પોલીસ મહાનિર્દેશક, CID (ક્રાઈમ એન્ડ રેલ્વ...

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યા.

Image
 અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યા.  આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.  મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.  રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.  આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો...

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું.

Image
 ટ્રાફિક જામ અટકાવવાના હેતુથી રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું. બોક્સ માર્કિંગની મદદથી રોડ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવે છે. પાંજરાપોળથી શરૂ થતા પછી, આ પદ્ધતિને શહેરમાંના ૨૫ જંકશનમાં પણ લાગુ કરવામાં આવશે.

આદિવાસી સમાજમાં તેરાની હવાનનું અનોખું મહત્વ છે.આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે

Image
 "તેરાની હવાન" આદિવાસી સમાજમાં તેરાની હવાનનું અનોખું મહત્વ છે.આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે.વાવણીથી કરીને કાપણી સુધી. આદિવાસીઓના તહેવારો તારીખ તિથિ પંચાંગ આધારિત નથી હોતા, જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રુપ બદલે છે ત્યારે આદિવાસી સમાજ પોતાનો ઉત્સવ તહેવાર ઉજવે છે.નાંદરવા  દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે. જયારે પહેલાં વરસાદ નું આગમન થાય છે અને પ્રકૃતિ આ દરમ્યાન લીલોતરી ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિ નાં આ નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક વિધિ કરવામાં આવે છે. અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.સમાજ પશુપાલન સાથે સંકળાયેલો‌ છે અને પોતાના ઢોરઢાંખર ને પરિવાર નાં સભ્યોની જેમ જ રાખે છે. એટલે આખાં વર્ષ દરમિયાન ઢોરઢાંખર નું આરોગ્ય જળવાઈ રહે, કોઈ રોગ કે બીમારી ન આવે તે માટે જંગલમાંથી વનસ્પતિઓ લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર છંટકાવ કરવામાં આવે છે. ખેતરોમાં ઊગેલા નવા ધાન્ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે.ભેગા મળીને ગામમાં ખેતીકામમાં મજૂરીનાં દર નક્કી કરાય છે.

ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના

Image
  એસ. જયશંકર ગુજરાતથી સતત બીજીવાર રાજ્યસભા સાંસદ બનશે ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર ભર્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે 12-39 વાગ્યે વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું, એ સમયે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં આવેલા નદીનાથ મહાદેવના દર્શન થયા

Image
  કડાણા ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા, ભક્તોએ ધૂપ-દીવા કર્યા મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં આવેલા નદીનાથ મહાદેવના દર્શન થયા મહીસાગર : મહીસાગર (Mahisagar) જિલ્લાના સૌથી મોટા કડાણા (Kadana Dam) બંધમાં હાલમાં ચોમાસામા જોઈએ તેવા પાણીની આવક થઈ નથી. જુલાઈ મહિનો સમાપ્ત થયો હોવા છતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર નથી ત્યારે ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે. આ સ્થિતિના કારણે ડેમના હાર્દમાં આવેલા એક ઐતિહાસિક શિવમંદિરના (Nadinath Mahadev) દર્શન થઈ શક્યા છ હકિકતમાં કડાણા બંધનું નિર્માણ થયું ત્યારે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ પૈકી ગુફામાં આવેલું નદીનાથનું મંદિર હતું. અહીંયા 850 વર્ષ પૌરાણિક શિવલીંગ છે. જોકે, ડેમમાં પાણી હોય ત્યારે તેના દર્શન શક્ય નથી.ડેમમાં હાલમાં જળ સપાટીમાં ઘટાડો થયો છે ત્યારે હોડીમાં નીકળેલા સ્થાનિકોને આ ગુફા દેખાઈ હતી જેથી નદીનાથ મહાદેવને ધૂપ-દીવા કરી અને તેની તસવીરો લેવામાં આવી હતી. આમ મહીસાગરમાં અનેક લોકો માટે આસ્થાના પ્રતિક સમાન આ ભોળાનાથના શિવલિંગના દર્શન થયા હતા. વરસાદ ખેંચાયો છે ત્યારે ડેમમાં સતત પાણીની સપાટ...

કડાણા ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા, ભક્તોએ ધૂપ-દીવા કર્યા

Image
  શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરી વિસ્તર માં આવલા મહાદેવ ના દર્શન કરવામાટે માનનીય મંત્રી શ્રી આજે મારા મતવિસ્તાર કડાણા ડેમ ખાતે નંદીનાથ મહાદેવના દર્શન કરી ડેમના નીચાણ વાળા ભાગની મુલાકાત લીધી. ત્યાં થયેલ નુકશાનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી. આ પ્રસંગે પ્રમુખ હોદેદારો, આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. મારા મતવિસ્તારમા આવેલ કડાણા ડેમમાં પાણી ઓછું થતાં પૌરાણિક નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્લાં મુકાયા છે.ત્યારે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી અને જન કલ્યાણની સુખાકારી માટે વધારે ને વધારે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. #drkuberdindor