મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં આવેલા નદીનાથ મહાદેવના દર્શન થયા

 

કડાણા ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા, ભક્તોએ ધૂપ-દીવા કર્યા

મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ઉતરતા જ ગુફામાં આવેલા નદીનાથ મહાદેવના દર્શન થયા



મહીસાગર : મહીસાગર (Mahisagar) જિલ્લાના સૌથી મોટા કડાણા (Kadana Dam) બંધમાં હાલમાં ચોમાસામા જોઈએ તેવા પાણીની આવક થઈ નથી. જુલાઈ મહિનો સમાપ્ત થયો હોવા છતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર નથી ત્યારે ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે. આ સ્થિતિના કારણે ડેમના હાર્દમાં આવેલા એક ઐતિહાસિક શિવમંદિરના (Nadinath Mahadev) દર્શન થઈ શક્યા છ

હકિકતમાં કડાણા બંધનું નિર્માણ થયું ત્યારે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ પૈકી ગુફામાં આવેલું નદીનાથનું મંદિર હતું. અહીંયા 850 વર્ષ પૌરાણિક શિવલીંગ છે. જોકે, ડેમમાં પાણી હોય ત્યારે તેના દર્શન શક્ય નથી.ડેમમાં હાલમાં જળ સપાટીમાં ઘટાડો થયો છે ત્યારે હોડીમાં નીકળેલા સ્થાનિકોને આ ગુફા દેખાઈ હતી જેથી નદીનાથ મહાદેવને ધૂપ-દીવા કરી અને તેની તસવીરો લેવામાં આવી હતી. આમ મહીસાગરમાં અનેક લોકો માટે આસ્થાના પ્રતિક સમાન આ ભોળાનાથના શિવલિંગના દર્શન થયા


હતા.

વરસાદ ખેંચાયો છે ત્યારે ડેમમાં સતત પાણીની સપાટી ઘટી રહી છે ત્યારે થોડા સમય માટે જોવા મળેલો આ નજારો દેવદુર્લભ છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ત્યારે ભક્તો આ તસવીરો જોઈને ભાવવિભોર થયા છે.


Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર