ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના
એસ. જયશંકર ગુજરાતથી સતત બીજીવાર રાજ્યસભા સાંસદ
બનશે
ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર ભર્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે 12-39 વાગ્યે વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું, એ સમયે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
Comments
Post a Comment