અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યા.

 અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યા. 




આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે. 


મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી. 





રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી. 


આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.


આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર