Posts

Showing posts from February, 2025

Bharuch: હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની ધરપકડ

Image
Bharuch: હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની ધરપકડ હેલિકોપ્ટર જાન કાઢવા સામે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી પકડાયો સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી ખેડાના વસોના રહેવાસી પિયુષ ગિરી ઉર્ફે લાલા ગોસ્વામીની ધરપકડ Bharuch: આદિવાસી સમાજ વિરુદ્ધ સોશિયલ પ્લેટફોર્મ પર અપત્તિજનક ટિપ્પણી કરવાથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પિયુષ ગિરી જે લાલભાઈ ગોસ્વામી તરીકે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેણે સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ વિશે જાતિ પર આધારિત અપમાન જનક ટિપ્પણીઓ કરી હતી. આવી અભદ્ર ટિપ્પણીઓને જોતા આદિવાસી સમાજમાં ભારે ગુસ્સો ફાટી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર જાતિ વિષયક ટિપ્પણી કરતા આદિવાસી સમાજ રોષમાં આના પરિણામે, આદિવાસી સમાજના લોકો અને તેના નેતાઓએ જિલ્લા કલેકટરની પાસે આવેદન પત્ર આપીને કાયદાકીય કાર્યવાહીનો સંકેત કર્યો હતો. આદિવાસીઓના લોકોએ કલેક્ટરે કચેરીએ જઈને આ મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેથી અધિકારીઓએ આ મામલે તાત્કાલિક એક સાયબર ક્રાઇમ કેસ દાખલ કર્યો હતો અને આરોપી પિયુષ ગિરીને પરત ધરપકડ કરી છે. હાલમાં, આ મામલે આગળન...

ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી

ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતીભથવાડાથી 30 લાખના દારૂ સાથે આઇસર ચાલક સહિત 2 ઝડપાયા • બે મોબાઇલ, રોકડા અને ટેમ્પો મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીનગની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગજરોજ દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આઇસરમાં દારૂનો જથ્થો ભરી પંજાબથી અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે ભથવાડા ટોલબુથ ખાતે છુટા છવાયા વો ગોઠવી હતી. તે દરમિયાન રાત્રીના આઇસર ગાડી આવતા તેને સાઇડમાં ઉભી રખાવી હતી. ગાડીમાં સવાર બન્નેની પુછપરછ કરતાં ડ્રાઇવરે પોતાનું નામ શાહરૂખ સલીમ અજીત દેસવાની રહે. ચિત્તોડગઢના ગલીયામાલ ગામનો તથા તેની સાથેનાએ પોતાનું નામ અશોકકુમાર પ્રેમારામજી બગડુરામ કાંવા રહે. બાડમેરના ગરબાડા ગામનો જણાવ્યું હતું. પાછળના ભાગે બંધ બોડીના દરવાજા ખોલવતાં તેમાં વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ મળી આવી હતી. ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોય ગાડી પીપલોદ પોલીસ મથકે લઇ જવાઇ હતી. ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ તથા ટ...

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

Image
Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો આરોપ પણ કર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર (Bharuch) નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યાં ચૂંટાયેલ પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો કર્યો દાવો અંગ્રેજોનાં શાસન કરતા પણ વધારે અત્યાચાર ગુજારે છે : મનસુખ વસાવા Bharuch : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નબીપુર પોલીસ સ્ટેશન (Nabipur Police Station) અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યાનો સાંસદ મનસુખ વસાવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો આરોપ પણ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સાંસદે (MP Mansukh Vasava) માગ કરી છે. નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાનાં (Bharuch) નબીપુર પોલી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની

Image
  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવાના નિર્ણયની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી... https://youtu.be/87jVT62qTRE?si=2IeWi7fD1uVxDJKJ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે; અભ્યાસ બાદ રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે... માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારાનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે : મુખ્યમંત્રીશ્રી CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #HarshSanghavi #UCC #GujaratGovernment

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

Image
  UCC મુદ્દે ધવલ પટેલનો ચૈતર વસાવાને સણસણતો જવાબ UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ https://youtube.com/shorts/e0ltbMA6vI4?si=6YHTTZzK_G-Hgddw UCC મુદ્દે ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો છે. https://youtube.com/shorts/5ytmcvUNdA4?si=H_ZjiAz5HpNdNOCm Dhaval Patel VS Chaitar Vasava : ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી અંગે એક સમિતિની રચના કરી છે. ત્યાં રચાયેલી આ સમિતિ દ્વારા તમામ ધર્મોના ગુરુઓ સાથે ચર્ચા કર્યા પછી જ UCCનો અહેવાલ બનાવવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરુ થયો છે. રાજ્ય સરકારના ...

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

Image
  MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ https://youtu.be/87jVT62qTRE?si=dfE9M4s71iKc7FPU UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) https://youtube.com/shorts/IIrZK6EjPCc?si=7okyEHrneZoEXBCw સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી અંગે એક સમિતિની રચના કરી છે. ત્યાં રચાયેલી આ સમિતિ દ્વારા તમામ ધર્મોના ગુરુઓ સાથે ચર્ચા કર્યા પછી જ UCCનો અહેવાલ બનાવવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરુ થયો છે. રાજ્ય સરકારના UCC લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) વિરોધ નોંધાવ્યો છે. https://youtube.com/shorts/5ytmcvUNdA4?si=PdngIepxljASuASJ ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર ...

નીતિન પટેલ કહ્યું કે, ભાજપનું નામ લઈને કામ કરાવનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે

Image
  નીતિન પટેલ કહ્યું કે, ભાજપનું નામ લઈને કામ કરાવનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે https://youtube.com/shorts/lZDVYSV7J7s?si=pmkqAfFj-h5Zzos0 ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના (Nitin Patel) એક નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલ જે બોલે છે તેમાં ઘણી વાર વિવાદ થતા હોય છે, તેમણે કડી (Kadi) તાલુકાના ડરણ ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકારણના દલાલો ભાજપની (BJP Gujarat) ઓળખાણ આપીને પોતાના કામ ફટાફટ કરાવી લેતા હોવાનું અને કરોડો કમાઇ જતા હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કોના તરફ ઈશારો કર્યો છે, તેના વિશે હાલ ભારે ચર્ચા થઇ રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, તેમ કહી આ દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે અને આ જ દલાલો ભાજપની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લેતા હોય છે. ...

દાહોદ ના સંજેલી તાલુકા ના ઢાળસિમલ ગામે શર્મસાર કરતો મહિલા અત્યાચાર નો કિસ્સો સભ્યતા લાજી ઉથી મહિલા પર તાલિબાની સજા

Image
 ' રાજ્યમાં માતા-બહેન-દીકરીઓ સલામત નથી': દાહોદ ના સંજેલી તાલુકા ના ઢાળસિમલ ગામે શર્મસાર કરતો મહિલા અત્યાચાર નો કિસ્સો સભ્યતા લાજી ઉથી મહિલા પર તાલિબાની સજા https://youtu.be/8FtCjzMK7CM?si=j6CTR_QfBtQyDYCD દાહોદમાં મહિલા સાથે અમાનવીય વર્તન મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું- સરકાર મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 જેટલા શખ્સે એક મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું હતું. આરોપીઓએ મહિલાને તેના ઘરમાંથી બહાર કાઢી, સાંકળથી બાંધી, અર્ધનગ્ન અવસ્થામાં ગાડી પાછળ બાંધીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગામમાં હાજર વડીલો અને મહિલાઓએ આ નિર્લજ્જ કૃત્યને કેમ રોક્યું નહીં. દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ વસાવાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજ્યમાં માતા-બહેન ...