UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ
UCC મુદ્દે ધવલ પટેલનો ચૈતર વસાવાને સણસણતો જવાબ
UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબhttps://youtube.com/shorts/e0ltbMA6vI4?si=6YHTTZzK_G-Hgddw
UCC મુદ્દે ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો છે.https://youtube.com/shorts/5ytmcvUNdA4?si=H_ZjiAz5HpNdNOCm
Dhaval Patel VS Chaitar Vasava : ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી અંગે એક સમિતિની રચના કરી છે. ત્યાં રચાયેલી આ સમિતિ દ્વારા તમામ ધર્મોના ગુરુઓ સાથે ચર્ચા કર્યા પછી જ UCCનો અહેવાલ બનાવવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરુ થયો છે. રાજ્ય સરકારના UCC લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) વિરોધ નોંધાવ્યો હતો અને તેમને ચીમકી પણ આપી હતી કે, જો ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવશે તો તેઓ આદિવાસી સમાજને સાથે રાખીને મોટુ આંદોલન કરશે. ત્યારે ભાજપના સાંસદ ધવલ પટલે UCC મુદ્દે ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો છે.
UCC મુદ્દે ધવલ પટેલનો ચૈતર વસાવાને સણસણતો જવાબ
ધવલ પટેલે કહ્યુ કે, ગુજરાત સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું જાહેર કર્યું છે. આ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી સમાજને લાગુ પડતો નથી અને UCCમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેના લીધે આદિવાસી સમાજની જે પણ પરંપરા, સંસ્કૃતિ બધાનું આપણે રક્ષણ કરી શકીએ તેના માટે આદિવાસી સમાજને UCCમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એટલા માટે આદિવાસી સમાજે ગભરાવવાની જરુર નથી જે રીતે ઉત્તરાખંડમાં UCCમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામા આવ્યો છે તેવી રીતે ગુજરાત સરકારે પણ UCCમાંથી આદિવાસી સમાજને બાકાત રાખ્યો છે.
વિપક્ષના નેતા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે : ધવલ પટેલ
આ સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ કે, આપણા ગુજરાતમાં જ અમુક વિપક્ષના નેતા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, UCC લાગુ થશે તો આદિવાસી સમાજનું અહીત થશે ત્યારે અહીત ક્યાંથી થવાનું જ્યારે આપણો આદિવાસી સમાજનો UCCમાં સમાવેશ થતો જ નથી.
Comments
Post a Comment