નીતિન પટેલ કહ્યું કે, ભાજપનું નામ લઈને કામ કરાવનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે
નીતિન પટેલ કહ્યું કે, ભાજપનું નામ લઈને કામ કરાવનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છેhttps://youtube.com/shorts/lZDVYSV7J7s?si=pmkqAfFj-h5Zzos0
ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના (Nitin Patel) એક નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલ જે બોલે છે તેમાં ઘણી વાર વિવાદ થતા હોય છે, તેમણે કડી (Kadi) તાલુકાના ડરણ ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકારણના દલાલો ભાજપની (BJP Gujarat) ઓળખાણ આપીને પોતાના કામ ફટાફટ કરાવી લેતા હોવાનું અને કરોડો કમાઇ જતા હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કોના તરફ ઈશારો કર્યો છે, તેના વિશે હાલ ભારે ચર્ચા થઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, તેમ કહી આ દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે અને આ જ દલાલો ભાજપની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લેતા હોય છે.
વઘુમાં તેમણે કહ્યું કે, ભાજપનું નામ દઇને કામ કરાવનારા આ દલાલો હવે કરોડપતિ થઇ ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આખા બોલા ગણાતા નીતિન પટેલ જે બોલે છે તેમાં ઘણી વખત વિવાદો ઊભા થતા હોય છે અને તેમના આ નિવેદનથી ફરી એક વાર રાજકારણ ગરમાયું છે.
Comments
Post a Comment