દાહોદ ના સંજેલી તાલુકા ના ઢાળસિમલ ગામે શર્મસાર કરતો મહિલા અત્યાચાર નો કિસ્સો સભ્યતા લાજી ઉથી મહિલા પર તાલિબાની સજા

 'રાજ્યમાં માતા-બહેન-દીકરીઓ સલામત નથી':

દાહોદ ના સંજેલી તાલુકા ના ઢાળસિમલ ગામે શર્મસાર કરતો મહિલા અત્યાચાર નો કિસ્સો સભ્યતા લાજી ઉથી મહિલા પર તાલિબાની સજાhttps://youtu.be/8FtCjzMK7CM?si=j6CTR_QfBtQyDYCD


દાહોદમાં મહિલા સાથે અમાનવીય વર્તન મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું- સરકાર મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે


દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 જેટલા શખ્સે એક મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું હતું. આરોપીઓએ મહિલાને તેના ઘરમાંથી બહાર કાઢી, સાંકળથી બાંધી, અર્ધનગ્ન અવસ્થામાં ગાડી પાછળ બાંધીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગામમાં હાજર વડીલો અને મહિલાઓએ આ નિર્લજ્જ કૃત્યને કેમ રોક્યું નહીં.


દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ



વસાવાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજ્યમાં માતા-બહેન અને દીકરીઓ સલામત નથી. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે જ ધારાસભ્યે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહીં. આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે.

મહિલાને ક્રૂર સજા મુદ્દે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.આરોપીઓને તેમના ગામ લઇ જવાયા હતા. પ્રેમ પ્રકરણ મામલે પરિણીતાના સાસરિયાંઓએ માનવતા લજવે

મહિલાને ક્રૂર સજા મુદ્દે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.આરોપીઓને તેમના ગામ લઇ જવાયા હતા. પ્રેમ પ્રકરણ મામલે પરિણીતાના સાસરિયાંઓએ માનવતા લજવે એવી ક્રૂર સજા આપી હતી. મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઈક સાથે બાંધી સરઘસ કાઢ્યું હતું. પોલીસે 15 વિરૂદ્ધ ગુનો દાખલ કરી અત્યાર સુધી 12ની ધરપકડ કરી છે. જેમાં 4 મહિલા, 4 પુરુષ અને 4 બાળકિશોર સામેલ છે. મહિલાઓને જેલહવાલે કરાઈ છે, જ્યારે પુરુષોને સાથે રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને ઢસડી


મળતી માહિતી મુજબ, ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને

મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને ઢસડી

https://www.instagram.com/reel/DFjuOgVodCH/?igsh=eGgzMmJrNmJjMjA3



મળતી માહિતી મુજબ, ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.

મહિલા પર અમાનવીય અત્યાચારના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરીને તેનાં કપડાં કાઢી નાખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે. બાઇક પાછળ બાંધેલી મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા છતાં રોડ પર ઢસડે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવાની વાત કરે છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર