Posts

Showing posts from June, 2024

નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવધ તાલુકામાં નકલી અધિકારીઓનો રાફડો

Image
  નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવધ તાલુકામાં નકલી અધિકારીઓનો રાફડો આપણને કેમ એવું લાગે છે કે દાહોદ હવે નકલી કચેરી માટે હબ બનવા જઈ રહ્યું છે દાહોદનું હવે બીજું નામ બની શકે એવું છે કે દાહોદ નકલી કચેરી જેમ નકલી પનીર નકલી ચીઝ નકલી નકલી પીએ નકલી એમએલએ નકલી સાંસદ કચેરી એમજ દાહોદ ફરી એકવાર નકલી પકડાઈ રહ્યું છે આપ સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલના આયોજનથી આપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરાઈ છે આપ પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગડાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ પકડાઈ છે ત્યારબાદ સતત અલગ અલગ તાલુકામાં નકલી અધિકારીઓ કામ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે . પહેલા લીમખેડા, ત્યારબાદ ફતેપુરા અને હવે સંજેલી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં નરેન્દ્ર સબુર ડામોર નામક વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે ??? આ વ્યક્તિ દ્વારા કયા કયા અને કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા છે?? અને કોના કેહવાથી આ કામો કરવામાં આવ્યા છે ???  આ વ્યક્તિ આ બાંધકામ શાખા માં કોના કહેવાથી કામ કરી રહ્યા હતા ??? શુ તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઈજનેર સાહેબને આ બાબતની જાણ ન હતી ??? ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્...

ક્રેડિટ કાર્ડધારકોને નેટવર્કની પસંદગીનું ૧ ધોરણ મુશ્કેલભર્યું બની રહેવાની વર્કીં

Image
 ક્રેડિટ કાર્ડધારકોને નેટવર્કની પસંદગીનું ૧ ધોરણ મુશ્કેલભર્યું બની રહેવાની વર્કીં મુંબઈ, તા. ૨૬ ક્રેડિટ કાર્ડસ મેળવનારાઓને કાર્ડસના નેટવર્કની પસંદગીનો વિકલ્પ પૂરો પાડવાના રિઝર્વ બેન્કે જાહેર કરેલા ધોરણથી મુંઝવણમાં મુકાયેલી બેન્કો આ મુદ્દે રિઝર્વ બેન્ક તરફથી કેટલીક સ્પષ્ટતા ઈચ્છી રહી છે. રિઝર્વ બેન્કનું નવું ધોરણ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪થી લાગુ થઈ રહ્યું છે. ક્રેડીટ કાર્ડ માર્ચમાં જારી કરેલી એક માર્ગદર્શિકા મારફત રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડસ મેળવવા માગતા હોય તેમને નેટવર્કની પસંદગી કરવાનો વિકલ્પ પૂરો પાડવા બેન્કો માટે ફરજિયાત બનાવ્યું છે. બેન્કો અને નાણાં સંસ્થાઓએ કાર્ડસ જારી કરતી વખતે અને રિન્યુ કરતી વખતે ગ્રાહકોને નેટવર્કની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે. જો કે રિન્યુઅલ્સ વખતે આ નિયમ લાગુ કરવાથી વેપાર કામકાજ ખોરવાઈ જવાની શક્યતા હોવાની બેન્કો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. હાલના કાર્ડધારકોને ગ્રાહકોની રૂપરેખા, કો-બ્રાન્ડિંગ વ્યવસ્થ તથા પ્રાઈસિંગ લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે. કો-બ્રાન્ડેડ કાર્ડસને નવા ધોરણો લાગુ થશે કે નહીં તેની રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી. કો-બ્રાન્ડ પાર્ટનર્સ ...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ કાર્યક્રમ

Image
 "સ્વર્ણિમ ભવિષ્ય નો મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ" કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ના ફતેપુરા તાલુકાના વાગડ નવાગામ અને ડુંગર ખાતે પ્રાથમિક શાળામાં સામૂહિક પ્રવેશોત્સવ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. નવીન દાખલ થનાર બાળકોને શાળા મા પ્રવેશ અપાવી વૃક્ષરોપન કર્યું અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી...

Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!

Image
  Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી! અમદાવાદનાં શીલજ (Shilaj) વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્ટિટયૂટની (Allen Institute) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી ગરોળી (Lizards) અને વંદા (Cockroaches) નીકળ્યા હોવાનો અહેવાલ   દ્વારા પ્રસારિત કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ મામલે આરોગ્ય વિભાગે (Health Department) કાર્યવાહી કરીને દરોડા પાડી દંડ ફટકાર્યો છે. આ સાથે આરોગ્ય અધિકારીએ પણ એલેન ઇન્સ્ટિટયૂટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એલેન ઇન્સ્ટિટયૂટની (Allen Institute) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી જીવાત નીકળવા મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગના (Health Department) એક અધિકારીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી છે. અધિકારીએ આરોપ લગાવતા કહ્યું કે, કાર્યવાહી દરમિયાન અમારી સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટમાં જતા અમને પણ રોકવામાં આવ્યા હતા. જો કે, સ્વચ્છતાના અભાવ અને ગેરવર્તણૂકને પગલે સંસ્થાને એક લાખનો દ...

Gujarat હાઈકોર્ટે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર અને મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી

Image
  Gujarat હાઈકોર્ટે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર અને મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 બાળકો સહિત 27 લોકોના કરુણ મોત થયા હતા. ત્યારબાદ સરકારે  SIT ની રચના કરી તપાસ હાથ ધરી હતી. અંતે ગેમઝોનના સંચાલક ,TPO અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સરકાર અને મહાનગરપાલિકા તંત્રની ઝાટકણી કાઢી હતી. નોંધનીય છે કે, રાજકોટમાં થોડા દિવસ પહેલા સર્જાયેલા અગ્નિકાંડને લઇ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની કોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે સરકાર અને મહાનગર પાલિકાઓને ઠપકો આપ્યો હતો. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, મહાનગરપાલિકાઓ પોતાનું કામ સરખી રીતે કરતી નથી. જેથી તમામ અધિકારીઓ ઉપર ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી કરવાની તરફેણ હાઈકોર્ટે કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, જ્યારથી ગેમઝોનની પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઇ અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો પર ડિપાર્ટમેન્...

‘મને વિચારવા તો દો...’, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે CWCમાં મહોર પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

Image
  ‘મને વિચારવા તો દો...’, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે CWCમાં મહોર પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા CWC Meeting: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે નિર્ણય લેવા કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ વતી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બનાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. લગભગ તમામ સાંસદોએ આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો.  સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. CWCની બેઠક બાદ, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ. તેઓ નીડર અને હિંમતવાન નેતા છે. તેઓ આંખમાં આંખ પરોવીને વાત કરી શકે છે. પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી મુદ્દાઓથી વાકેફ છે. આ અમારી વર્કિંગ કમિટીની  સર્વસંમતિ સાથે અપીલ છે. રાહુલ ગાંધીએ શું કહ્યું...?  રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતા. તેમને જ્યારે આ મામલે કહેવામાં આવ્યું તો ત...

અમદાવાદમાં ફૂટપાથ પર સુતેલી બાળકીનું અપહરણ, પોલીસે 11 કલાકમાં શોધી કાઢી

Image
  અમદાવાદમાં ફૂટપાથ પર સુતેલી બાળકીનું અપહરણ, પોલીસે 11 કલાકમાં શોધી કાઢી અમદાવાદ, 03 જૂન 2024 શહેરની ફૂટપાથ પર પણ અનેક પરિવાર રોજ જીવન ગુજારે છે અને તેમની સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની 4 વર્ષની બાળકી તેના સ્વજન સાથે ફૂટપાથ પર સૂતી હતી. જ્યાં બાળકીને કોઈ અજાણ્યો શખસ ઉપાડીને લઈ ગયો હતો. જ્યારે સ્વજનને ઘટનાની જાણ થતાં કશું ખબર ન હતી કે શું થયું. પરંતુ પોલીસ ફરિયાદ નોંધાતા બાળકીને શોધવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. અમદાવાદના ખૂણે ખૂણે બાળકીને શોધતા અપહરણ ઘટનાના CCTV સામે આવ્યા હતા. જે બાદ હવેલી પોલીસ ટીમ રેલવે સ્ટેશનને પહોંચી અને ત્યાં રખડતી ભટકતી હાલતમાં બાળકી મળી આવી હતી. ફૂટપાથ પર સૂતેલી દીકરીને ઉપાડીને લઈ ગયાના CCTV સંગીતાબેન તિવારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી મજૂરી કરીને ફૂટપાથ પર સુઈ જાય છે. તેના પતિ સાતેક મહિના પહેલા મૃત્યુ પામ્યાં છે. ગત 1લી જૂનના રોજ રાત્રે ફરિયાદી મહિલા તેમજ તેમની દીકરી રાયખડ ચાર રસ્તા પાસે આવેલી કપડાની દુકાનની આગળના ફુટપાથ પર સુઈ ગયા હતાં. મહિલાએ ...