Gujarat હાઈકોર્ટે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર અને મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી

 Gujarat હાઈકોર્ટે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર અને મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી



રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 બાળકો સહિત 27 લોકોના કરુણ મોત થયા હતા. ત્યારબાદ સરકારે  SIT ની રચના કરી તપાસ હાથ ધરી હતી. અંતે ગેમઝોનના સંચાલક ,TPO અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સરકાર અને મહાનગરપાલિકા તંત્રની ઝાટકણી કાઢી હતી.





નોંધનીય છે કે, રાજકોટમાં થોડા દિવસ પહેલા સર્જાયેલા અગ્નિકાંડને લઇ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની કોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે સરકાર અને મહાનગર પાલિકાઓને ઠપકો આપ્યો હતો. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, મહાનગરપાલિકાઓ પોતાનું કામ સરખી રીતે કરતી નથી. જેથી તમામ અધિકારીઓ ઉપર ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી કરવાની તરફેણ હાઈકોર્ટે કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, જ્યારથી ગેમઝોનની પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઇ અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો પર ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી બેસાડવામાં આવે. અને તેમાં જોડાયેલા તમામ અધિકારીઓની તપાસ પણ કરવામાં આવે. ઉપરાંત  આ ઈન્કવાયરી બે દિવસમાં જ બેસાડવામાં આવે અને 15 દિવસની અંદર આ ઈન્ક્વાયરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવાનો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો છે.



Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર