Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!
Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!
અમદાવાદનાં શીલજ (Shilaj) વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્ટિટયૂટની (Allen Institute) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી ગરોળી (Lizards) અને વંદા (Cockroaches) નીકળ્યા હોવાનો અહેવાલ દ્વારા પ્રસારિત કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ મામલે આરોગ્ય વિભાગે (Health Department) કાર્યવાહી કરીને દરોડા પાડી દંડ ફટકાર્યો છે. આ સાથે આરોગ્ય અધિકારીએ પણ એલેન ઇન્સ્ટિટયૂટ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
એલેન ઇન્સ્ટિટયૂટની (Allen Institute) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી જીવાત નીકળવા મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગના (Health Department) એક અધિકારીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી છે. અધિકારીએ આરોપ લગાવતા કહ્યું કે, કાર્યવાહી દરમિયાન અમારી સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટમાં જતા અમને પણ રોકવામાં આવ્યા હતા. જો કે, સ્વચ્છતાના અભાવ અને ગેરવર્તણૂકને પગલે સંસ્થાને એક લાખનો દંડ ફટકારાયો છે. આ સાથે કેન્ટીન સંચાલકને બદલવા અને હવે ફરિયાદ ન આવે તેની તાકીદ પણ કરાઈ છે.
જણાવી દઈએ કે, એક અહેવાલનો ધારદાર પડઘો પડ્યો છે. એલેનના વિદ્યાર્થીઓએ સામે પોતાની વ્યથા ઠાલવી હતી. આ અંગે મહામહેનતે હોસ્ટેલની કેન્ટીનમાં જઈને વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોગ્ય વિભાગના હુકમ બાદ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકે કાર્યવાહી કરી છે. એડમિશન હેડ અંકિત મહેશ્વરીએ કાર્યવાહી કર્યાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઇન્સ્ટિટ્યૂટના કેન્ટીન કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બદલાયો છે.
Comments
Post a Comment