નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવધ તાલુકામાં નકલી અધિકારીઓનો રાફડો
નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવધ તાલુકામાં નકલી અધિકારીઓનો રાફડો
આપણને કેમ એવું લાગે છે કે દાહોદ હવે નકલી કચેરી માટે હબ બનવા જઈ રહ્યું છે દાહોદનું હવે બીજું નામ બની શકે એવું છે કે દાહોદ નકલી કચેરી જેમ નકલી પનીર નકલી ચીઝ નકલી નકલી પીએ નકલી એમએલએ નકલી સાંસદ કચેરી એમજ દાહોદ ફરી એકવાર નકલી પકડાઈ રહ્યું છે
આપ સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલના આયોજનથી આપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરાઈ છે આપ પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગડાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ પકડાઈ છે ત્યારબાદ સતત અલગ અલગ તાલુકામાં નકલી અધિકારીઓ કામ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે .
પહેલા લીમખેડા, ત્યારબાદ ફતેપુરા અને હવે સંજેલી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં નરેન્દ્ર સબુર ડામોર નામક વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે ??? આ વ્યક્તિ દ્વારા કયા કયા અને કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા છે?? અને કોના કેહવાથી આ કામો કરવામાં આવ્યા છે ???
આ વ્યક્તિ આ બાંધકામ શાખા માં કોના કહેવાથી કામ કરી રહ્યા હતા ???
શુ તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઈજનેર સાહેબને આ બાબતની જાણ ન હતી ???
ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારે જણાવ્યું કે આ બાબતની તટસ્થ ન્યાયિક તપાસ થવી જોઈએ...
આપ ગુજરાત પ્રદેશ કિસાન પ્રદેશ ઉપાધ્યક્ષ રમસુભાઈ હઠીલાએ જણાવ્યું કે અમે મુખ્યમંત્રી શ્રી તથા મહામાહિમ રાજ્યપાલશ્રીનો સમય પણ માંગ્યો છે આમાં ઘણા મોટા માથા પણ સંડોવાયેલા હોઈ શકે છે અમે મુખ્યમંત્રી ને મળી CBI તપાસ ની માંગ કરીશું..
આજે આપ અને કોંગ્રેસ કાર્યકર્તા ભેગા મળીને સંજેલીમાં ચાલતા ગેરવહીવટ વિરુદ્ધ રજૂઆત કરી છે આગળ ન્યાય ન મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી છે
Comments
Post a Comment