Posts

Showing posts from August, 2023

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ વધુ ઉકળ્યો, બ્રહ્મ સમાજ સહિત સાધુ-સંતો બધા મેદાને

Image
  સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ વધુ ઉકળ્યો, બ્રહ્મ સમાજ સહિત સાધુ-સંતો બધા મેદાને બોટાદ જિલ્લાના સારંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુ વાતો થઈ રહી છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે આપવામાં આવ્યું છે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છે કે ભીંતચિત્રો નહીં હટાવાય...

મારા દિકરા નક્ષત્રના બાળપણના ક્લાસમેટ એવા યુગ પુરાણીએ 2020 માં દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલમાંથી ધો.12- HSc ઉત્તીર્ણ કરી ઉદયપુર ખાતે B.Tech માં એડમિશન લઈ હાલમાં કમ્પ્યુટર સાયન્સ(C.S.)માં

ભારતને વિશ્વભરમાં સુવર્ણ અક્ષરે નામાંકિત બનાવનાર ચંદ્રયાન-3 ની સફળ ગાથામાં દાહોદ પણ ગૌરવભેર સામેલ છે. હા, આ મિશનમાં આ દાહોદનો  એક યુવાન દિકરો 'યુગ પુરાણી' છે. યુગના પિતાશ્રી હિતેષભાઈ પુરાણી, દાહોદ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપેરવાઈઝર છે. યુગ પુરાણી નામે 2002 માં જન્મેલ માત્ર 21 વર્ષનો દાહોદનો લબરમુછીયો યુવાન ભારતના ગૌરવવંતા ચંદ્રયાન મિશનમાં ઈન્ટેલીજન્સ કોડિંગ ટીમ સાથે સંકળાયેલ છે. મારા દિકરા નક્ષત્રના બાળપણના ક્લાસમેટ એવા યુગ પુરાણીએ 2020 માં દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલમાંથી ધો.12- HSc ઉત્તીર્ણ કરી ઉદયપુર ખાતે B.Tech માં એડમિશન લઈ હાલમાં કમ્પ્યુટર સાયન્સ(C.S.)માં સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેને રોબોટિક સાયન્સ અને AI (આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સી) માં શરૂઆતથી જ રસ હોઈ પોતાના ગ્રેજ્યુએશન દરમ્યાન જ અમેરિકાની કેલિફોર્નિયાની યુનિ.માંથી ઓનલાઈન કોર્સમાં એડમિશન મેળવી AI ક્ષેત્રે બેચલર ડિગ્રી અને પછી M.Tech કરી માસ્ટર ડિગ્રી લીધા બાદ છેલ્લે ડૉક્ટરેટ અર્થાત્ PhD કરી ડૉ. યુગ પુરાણી તરીકેની સિદ્ધિ પણ મેળવી લીધી છે. (ઉલ્લેખનીય છે કે ભારતભરમાંથી AI ના ક્ષેત્રે PhD કરનાર સૌથી યુવાન વયના ...

ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું : ISRO

Image
  હું મારી મંજિલ પર પહોંચી ગયો છું', ચંદ્રયાન-3એ ભારતને મોકલ્યો સંદેશ ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું : ISROhttps://youtube.com/shorts/BYC_ck8hibo?feature=share https://youtube.com/shorts/BYC_ck8hibo?feature=share ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)એ આજે ઇતિહાસ રચ્યો છે. ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. આ સફળતા મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ચંદ્રયાનનું લેન્ડર સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું છે. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ટ્વીટ કર્યું છે, જેના દ્વારા દેશને એક મેસેજ મોકલવામાં આવ્યો છે. ઈસરોએ ટ્વિટ કરીને લખ્યું, "ભારત, હું મારી મંજિલ પર પહોંચી ગયો છું અને તમે પણ ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અભિનંદન ભારત"  વધુ એક ટ્વિટ કરતા ઈસરોએ લખ્યું કે, ભારત ચંદ્ર પર છે.  ચંદ્રયાન-3 નામના ISRO દ્વારા કરાયેલા રાષ્ટ્રીય પ્રયાસમાં ભારત અને વિદેશથી તમામના યોગદાન માટે પ્રશંસા અને આભાર. આ અગાઉ વિશ્વમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર સફળતાપૂર્વક...

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! વિશ્વની નજર ભારત પર, આ રીતે લાઈવ જોઈ શકશો

Image
  આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! વિશ્વની નજર ભારત પર, આ રીતે લાઈવ જોઈ શકશો આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે image : Twitter ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.  ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. ચાલો જાણીએ કે તમે ચંદ્રયાન-3 મિશનના લાઈવ અપડેટ્સ ક...

શાહીબાગમાં લગ્નપ્રસંગે જોરજોરથી વાગતો ડીજે સહિતનો સામાન પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસે બંને યુવકોની મદદ લીધી હતી

Image
  પોલીસ વાનની પાછળ લટકી વીડિયો બનાવવો ભારે પડ્યો : શાહીબાગના 2 શખ્સોની ધરપકડ શાહીબાગમાં લગ્નપ્રસંગે જોરજોરથી વાગતો ડીજે સહિતનો સામાન પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસે બંને યુવકોની મદદ લીધી હતી https://youtube.com/shorts/7ymqH_4IPaE?feature=share સામાન વધુ હોવાથી પોલીસ ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો રાખવો પડ્યો અને યુવક પાછળ ઉભો ઉભો વીડિયો બનાવતો રહ્યો અમદાવાદ, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર શહેરમાં અસામાજીક તત્વો દ્વારા પોલીસ વાનની પાછળ લટકી વીડિયો બનાવવો ભારે પડ્યો છે. વાયર વીડિયોની તપાસ કર્યા બાદ વીડિચો શાહીબાગ પોલીસની ગાડીનો હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 ઈસમોની આજે ધરપકડ કરવામાં આવી છે. શાહીબાગના 2 શખસોની કરાઈ ધરપકડ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શાહીબાગમાં રહેલા 2 શખસો દ્વારા ગત તા.6 ફેબ્રુઆરીએ પોલીસની ગાડીની પાછળ લટકીને વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં શખસોએ કોઈપણ ડર રાખ્યા વગર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ વાયરલ કરી દીધો હતો, ત્યારબાદ અસામાજીક શખસો દ્વારા પોલીસ વાનમાં વીડિયો બનાવી રોફ જમાવવાનો પ્રયાસ કરતો હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે આ વીડિયો શાહીબાગ પોલીસને ધ્યાને આવતા કાર્યવાહી શરૂ કરાઈ હત...

આણંદ જિલ્લાના કલેક્ટરનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો મામલે ગુજરાત ATSએ સ્પાય કેમેરો લગાડવા મુદ્દે FIR નોંધી

Image
  આણંદ કલેક્ટર ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાડવા મુદ્દે FIR, મહિલા એડિ.કલેક્ટર સહિત 3ની ધરપકડ આણંદ જિલ્લાના કલેક્ટરનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો મામલે ગુજરાત ATSએ સ્પાય કેમેરો લગાડવા મુદ્દે FIR નોંધી સ્પાય કેમેરો લગાડનાર સાણંદ Dy.SP ભાસ્કર વ્યાસના પત્ની મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની ધરપકડ આણંદ, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર આણંદ જિલ્લાના કલેક્ટર ડી.એસ.ગઢવીનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બહાર આવ્યા બાદ એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ડી.એસ.ગઢવીનો તેઓની ચેમ્બરમાં મહિલા સાથેનો એક આપત્તિજનક વિડીયો બહાર આવ્યા બાદ સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. જોકે હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવા મામલે ગુજરાત એટીએસે એફઆઈઆર નોંધી છે. સ્પાય કેમેરા મામલે આણંદથી બદલાયેલા મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેતકી વ્યાસ સાણંદ ડિવાયએસપી ભાસ્કર વ્યાસની પત્ની હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત એટીએસે આઈટી એક્ટ અને પૈસા પડાવવાના પ્રયાસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાણંદ ડીવાયએસપી ભાસ્કર વ્યા...

ચંદ્રયાન-3એ લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રનો મોકલ્યો ફોટો, હવે મિશનથી આટલા કિ.મી. જ દુર

Image
  ચંદ્રયાન-3એ લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રનો મોકલ્યો ફોટો, હવે મિશનથી આટલા કિ.મી. જ દુર ઈસરોએ આજે ચંદ્રયાન-3 દ્વારા ધરતી અને ચંદ્રની તસવીર મોકલાઈ હોવાની માહિતી શેર કરી નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 મિશન સતત આગળ વધી રહ્યો છે. ચંદ્રયાન-3 ચંદ્રની ઘણી નજીક પહોંચી ગયો છે. દરમિયાન ઈસરોએ આજે ચંદ્રયાન-3ને લઈ મહત્વની જાણકારી શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ચંદ્રયાને લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રની ફોટો મોકલી છે. ચંદ્રયાન-3એ ધરતી-ચંદ્રની તસવીર મોકલી ચંદ્રયાન-3એ ચંદ્રના ત્રીજા ઓર્બિટમાં પહોંચ્યાના એક દિવસ બાદ આ તસવીર મોકલી છે. આ તસવીર લેન્ડર હોરિજોટલ વિલોસિટી કેમેરાથી કંડારાઈ છે. ઉલ્લેખનિય છે કે, 14મી જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરાયું હતું. ત્યારથી જ ચંદ્રયાન-3 એક પછી એક સ્ટેપ્સ સફળતાપૂર્વક પાર કરી રહ્યો છે. ચંદ્રયાન-3 પાંચમી ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીથી માત્ર આટલું દુર ઈસરોએ બુધવારે ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીની ખુબ જ નજીક પહોંચી ગયું છે. ઉ...

લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી અસ્વીકાર

Image
  લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી અસ્વીકાર વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે : PM મોદી મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. PM મોદી આજે કોંગ્રેસના નેતા અધીર રંજનના ભાષણ દરમિયાન લોકસભામાં હતા. લોકસભામાં INDIA ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવનો અસ્વિકાર વડાપ્રધાન મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું... અવિશ્વાસની દરખાસ્ત ધ્વનિ મતથી અસ્વિકાર કરાયો... ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો... જ્યારે મોદીએ કર્યા વિપક્ષી નેતાઓના વખાણ તેમણે કહ્યું કે, હું એક વાત મુદ્દે વિપક્ષના નેતાઓના વખાણ કરવા માંગું છું... આમ તો તેઓ ગૃહના નેતાને નેતા માનતા નથી.. પરંતુ હું તેમની એક વાતના વખાણ જરૂરથી કરીશ... ગૃહના નેતા હોવાને કારણે મેં તેમને એક કામ આપ્યું હતું... મેં કહ્યું હતું કે, 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવો.... તેઓ લઈને આવ્યા... તેમણે મારી વાત ...