ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું : ISRO
હું મારી મંજિલ પર પહોંચી ગયો છું', ચંદ્રયાન-3એ ભારતને મોકલ્યો સંદેશ
ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું
ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું : ISROhttps://youtube.com/shorts/BYC_ck8hibo?feature=share
https://youtube.com/shorts/BYC_ck8hibo?feature=shareભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)એ આજે ઇતિહાસ રચ્યો છે. ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. આ સફળતા મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ચંદ્રયાનનું લેન્ડર સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું છે. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ટ્વીટ કર્યું છે, જેના દ્વારા દેશને એક મેસેજ મોકલવામાં આવ્યો છે.
ઈસરોએ ટ્વિટ કરીને લખ્યું, "ભારત, હું મારી મંજિલ પર પહોંચી ગયો છું અને તમે પણ ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અભિનંદન ભારત"
વધુ એક ટ્વિટ કરતા ઈસરોએ લખ્યું કે, ભારત ચંદ્ર પર છે. ચંદ્રયાન-3 નામના ISRO દ્વારા કરાયેલા રાષ્ટ્રીય પ્રયાસમાં ભારત અને વિદેશથી તમામના યોગદાન માટે પ્રશંસા અને આભાર.
આ અગાઉ વિશ્વમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શક્યા હતા. જેમાં અમેરિકા, રશિયા (તે સમયે સોવિયેત યુનિયન) અને ચીન સામેલ છે. હવે ભારતનું ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યું છે, જેને લઈને આમ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. આ સાથે જ દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.
Comments
Post a Comment