ચંદ્રયાન-3એ લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રનો મોકલ્યો ફોટો, હવે મિશનથી આટલા કિ.મી. જ દુર

 

ચંદ્રયાન-3એ લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રનો મોકલ્યો ફોટો, હવે મિશનથી આટલા કિ.મી. જ દુર

ઈસરોએ આજે ચંદ્રયાન-3 દ્વારા ધરતી અને ચંદ્રની તસવીર મોકલાઈ હોવાની માહિતી શેર કરી

નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર

ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 મિશન સતત આગળ વધી રહ્યો છે. ચંદ્રયાન-3 ચંદ્રની ઘણી નજીક પહોંચી ગયો છે. દરમિયાન ઈસરોએ આજે ચંદ્રયાન-3ને લઈ મહત્વની જાણકારી શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ચંદ્રયાને લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રની ફોટો મોકલી છે.

ચંદ્રયાન-3એ ધરતી-ચંદ્રની તસવીર મોકલી

ચંદ્રયાન-3એ ચંદ્રના ત્રીજા ઓર્બિટમાં પહોંચ્યાના એક દિવસ બાદ આ તસવીર મોકલી છે. આ તસવીર લેન્ડર હોરિજોટલ વિલોસિટી કેમેરાથી કંડારાઈ છે. ઉલ્લેખનિય છે કે, 14મી જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરાયું હતું. ત્યારથી જ ચંદ્રયાન-3 એક પછી એક સ્ટેપ્સ સફળતાપૂર્વક પાર કરી રહ્યો છે. ચંદ્રયાન-3 પાંચમી ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું.

ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીથી માત્ર આટલું દુર

ઈસરોએ બુધવારે ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીની ખુબ જ નજીક પહોંચી ગયું છે. ઉપરાંત ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્રયાન-3 ચંદ્રની ધરતીથી માત્ર 174 કિલોમીટર x 1437 કિલોમીટર દુર છે. તેમણે કહ્યું કે, આગામી ઓપરેશન 14 ઓગસ્ટ-2023ના રોજ 11.30થી 12.30 કલાક વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે.




Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર