મારા દિકરા નક્ષત્રના બાળપણના ક્લાસમેટ એવા યુગ પુરાણીએ 2020 માં દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલમાંથી ધો.12- HSc ઉત્તીર્ણ કરી ઉદયપુર ખાતે B.Tech માં એડમિશન લઈ હાલમાં કમ્પ્યુટર સાયન્સ(C.S.)માં
ભારતને વિશ્વભરમાં સુવર્ણ અક્ષરે નામાંકિત બનાવનાર ચંદ્રયાન-3 ની સફળ ગાથામાં દાહોદ પણ ગૌરવભેર સામેલ છે.
હા, આ મિશનમાં આ દાહોદનો એક યુવાન દિકરો 'યુગ પુરાણી' છે. યુગના પિતાશ્રી હિતેષભાઈ પુરાણી, દાહોદ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપેરવાઈઝર છે.
યુગ પુરાણી નામે 2002 માં જન્મેલ માત્ર 21 વર્ષનો દાહોદનો લબરમુછીયો યુવાન ભારતના ગૌરવવંતા ચંદ્રયાન મિશનમાં ઈન્ટેલીજન્સ કોડિંગ ટીમ સાથે સંકળાયેલ છે.
મારા દિકરા નક્ષત્રના બાળપણના ક્લાસમેટ એવા યુગ પુરાણીએ 2020 માં દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલમાંથી ધો.12- HSc ઉત્તીર્ણ કરી ઉદયપુર ખાતે B.Tech માં એડમિશન લઈ હાલમાં કમ્પ્યુટર સાયન્સ(C.S.)માં સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેને રોબોટિક સાયન્સ અને AI (આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સી) માં શરૂઆતથી જ રસ હોઈ પોતાના ગ્રેજ્યુએશન દરમ્યાન જ અમેરિકાની કેલિફોર્નિયાની યુનિ.માંથી ઓનલાઈન કોર્સમાં એડમિશન મેળવી AI ક્ષેત્રે બેચલર ડિગ્રી અને પછી M.Tech કરી માસ્ટર ડિગ્રી લીધા બાદ છેલ્લે ડૉક્ટરેટ અર્થાત્ PhD કરી ડૉ. યુગ પુરાણી તરીકેની સિદ્ધિ પણ મેળવી લીધી છે. (ઉલ્લેખનીય છે કે ભારતભરમાંથી AI ના ક્ષેત્રે PhD કરનાર સૌથી યુવાન વયના વિદ્યાર્થી તરીકે યુગ પુરાણીની નોંધ લેવાઈ છે.) શિક્ષણ પામ્યા બાદ AI માં જે ભાષા વપરાય તે કોડિંગ તે જાતે જ કરતો થઈ ગયો. અને તે કોડિંગ તેણે ઓનલાઈન અપલોડ કર્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા જે તે ઈજનેરોના કોડિંગ ઉપયોગમાં લેવાયા તેમ ઈસરોના ચંદ્રયાન-3 માં યુગના પણ અનેક કોડિંગ ઉપયોગમાં લેવામાં આવ્યા છે અને એ રીતે દાહોદના આ છોકરાનું અત્યંત સફળ એવા ચંદ્રયાન-3 મિશનમાં પ્રદાન નોંધાતા તેને ઈસરો દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે.
આપણા દાહોદને ચંદ્રયાન-3 ની બાબતે ગૌરવ પ્રાપ્ત કરાવનાર પુરાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન...👍🏻
- સચિન દેસાઈ
નોંધ: દાહોદ નજીક ગરાડુ ગામના વતની અશોકભાઈ મુનિયાએ પણ ઈસરોના ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 પ્રોજેક્ટના પાવન કાર્યમાં Lander Position Detection Camera (LPDC), Lander Hazard Detection (LHDAC) & Avoidance Camera ક્ષેત્રે ખૂબ મહત્વની ભુમિકા ભજવી છે.
Comments
Post a Comment