આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! વિશ્વની નજર ભારત પર, આ રીતે લાઈવ જોઈ શકશો

 

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! વિશ્વની નજર ભારત પર, આ રીતે લાઈવ જોઈ શકશો

આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે

આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે

image : Twitter

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. 

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે

આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. ચાલો જાણીએ કે તમે ચંદ્રયાન-3 મિશનના લાઈવ અપડેટ્સ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો. 

ચંદ્રયાન 3 લાઈવ આર રીતે જોઈ શકાશે 

ઈવેન્ટ ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર લાઈવ-સ્ટ્રીમ થશે. ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ સાથે ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર ઉપલબ્ધ રહેશે.

લેન્ડિંગમાં વિલંબ થઈ શકે 

ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે. આની પાછળ મૂન ઈકોનોમી છે. જેમાં અવકાશમાં વેપારની નવી તકો છે.

લેન્ડિંગની 17 મિનિટ પહેલા ખૂબ જ ખાસ

ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સુરક્ષિત-સોફ્ટ લેન્ડિંગ છે. લેન્ડિંગની પહેલી  17 મિનિટ ખૂબ જ ખાસ હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લી 17 મિનિટમાં શું થશે.




Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર