મંત્રીમંડળના પહેલા CM ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન વચ્ચે બેઠક
Gujarat : ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવા નિશ્ચિત, દિલ્હીમાં CM ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાનની બેઠકથી ચર્ચાઓ તેજhttps://www.instagram.com/reel/DPyJqAHE36K/?igsh=d21hOTBwYnNvMmth
Gujarat : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. જે વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહાસચિવ રત્નાકર દિલ્હીમાં પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે અંદાજે 3 થી 4 કલાકની લાંબી બેઠક ચાલી હતી. રાજ્યમાં બે વર્ષમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, અને પાર્ટી બેઠક પહેલા મંત્રીમંડળમાં ફેરબદલની યોજના બનાવી રહી છે. આગામી ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને કેટલાક દિગ્ગજોને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે.
Comments
Post a Comment