ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.
ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે 'ગુજરાત જોડો' જનસભા, ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો આપમાં જોડાયાhttps://youtu.be/hXISV558IFw?feature=shared
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.
દાહોદ: દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લામાંથી હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. ચૈતર વસાવાના હસ્તે ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.https://youtube.com/shorts/1k6e5elz60Y?si=1YL04hWJV6SrI_tf
આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે નવરચિત ગોવિંદગુરુ લીમડી તાલુકાના ડુંગરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી.https://youtube.com/shorts/wLKEi3UIqHU?si=xkkyStQH9dV3loKX
જેમાં આસપાસના ગામોના સરપંચો, ઝાલોદ એપીએમસીના પૂર્વ વાઈ ચેરમેન, બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ સહિતના ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો પોતાના સમર્થકો આપમાં જોડાયા હતાં. ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને તમામ કાર્યકરોને પક્ષમાં આવકાર આપ્યો હત
આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો જોડાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ જનસભામાં ચૈતર વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અમને દબાવવા માટે ખોટી ફરિયાદો થઈ, જેલમાં બંધ કરાવ્યો, પરંતુ ભાજપ સામે અંતિમ શ્વાસ સુધી લડીશું. ભાજપના સાંસદો,ધારાસભ્યોએ કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે, ત્યારે આવનારા સમયમાં ભાજપ સામે લડીને ખેડૂતોના હક માટે લડવાનો હુંકાર કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં જ ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરુ લીમડી તાલુકાનું વિભાજન થયું છે. ત્યારે નજીકના સમયમાં ગુરુગોવિંદ લીમડી તાલુકા પંચાયત માટે પણ ચૂંટણી યોજાશે. આ તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે તાલુકા પંચાયતની ટિકિટ મેળળવાની લાલચે અનેક આગેવાનો રાજકીય પક્ષમાં પોતાનું સ્થાન જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છ. ભાજપ ના ગઢ ગણાતા ગુરુગોવિંદ લીમડી તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમા જોડાઈ રહ્યા છે, ત્યારે હાલ તો ગોવિંદગુરુ લીમડી તાલુકાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
Comments
Post a Comment