દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો
ભયનો માહોલ: 1.5 કરોડના ખર્ચે બનેલા દાહોદના મંડાવાવ બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી ઉપરનો બ્રિજ તૂટી પડવાના ભયાનક બનાવમાં વાહનો
ખાબકતાં નવ લોકોના મોત થયા છે. જેના પગલે આખા રાજ્યમાં ફરી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેર નજીક આવેલ મંડાવાવ રોડ ઉપર દરગાહ નજીકના હાઇલેવલ બ્રિજની પણ જર્જરિત હાલત સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના મુખ્ય માર્ગ તરીકે જાણીતો છે.
દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના મુખ્ય માર્ગ તરીકે જાણીતો છે. અગાઉ અહીં આવેલો નાનો બ્રિજ ચોમાસામાં પાણીમાં ડૂબી જતો હોવાથી અવરજવર તંત્ર માટે તકલીફ દાયક બની જતી હતી.આ નવો બ્રિજ તેના વિકલ્પરૂપે બનાવવામાં આવ્યો હતો. હાલના સમયે બ્રિજના પાયા ધોવાઈ જવાને કારણે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. સતત વાહન વ્યવહારને કારણે બ્રિજ પર જોખમ યથાવત્ છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા થવી જરૂરી છે.
યોગ્ય જાળવણી ન થાય તો સ્ટ્રક્ચર નુકસાન થવા લાગે છે ટી-બીમ ડીક સ્લેબ બ્રિજનું આયુષ્ય યોગ્ય ડિઝાઇન, મટિરિયલ્સ, જાળવણી અને ઋતુઓની અસર ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે આ બ્રિજનું આયુષ્ય 50 સુધીનું હોય છે. જો યોગ્ય જાળવણી થાય અને ડીઝાઇન પ્રમાણે બધા લોડ-ફેક્ટર્સનો ધ્યાન રાખવામાં આવ્યો હોય તો 75 વર્ષ સુધી ચાલે છે.જો નિયમિત જાળવણી ન થાય તો 30-40 વર્ષમાં જ સ્ટ્રક્ચરલ નુકસાન થવા લાગે છે . તેમાં પાયા ધોવાણ, કોંક્રિટ ક્રેક, રસ્ટિંગનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment