મંત્રી ખાબડના પુત્રોની આગોતરા જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ: મનરેગાના ₹71 કરોડના કૌભાંડમાં બળવંત અને કિરણની અરજી પર કોર્ટનો નિર્ણય નિર્ણાયક
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો સાથે સંકળાયેલી એજન્સીઓ પણ સામેલ છે. ફરિયાદ નોંધાયાને 7 દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા આ એજન્સીઓના પ્રોપરાઈટરના નામો જાહેર કરવામાં નથી આવ્યા, જેના કારણે સરકારી તંત્ર કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આ મનરેગા કૌભાંડમાં ધરપકડથી બચવા મંત્રીના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડે 30 એપ્રિલ, 2025ના રોજ વકીલ એસ.ટી. દડી મારફતે દાહોદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી 9 મે, 2025ના રોજ હાથ ધરવામા આવનાર છે. આગોતરા જામીનની અરજીએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ કેસમાં મંત્રીના પરિવારનું નામ સામે આવવાથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે.
ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ કેસમાં મંત્રીના પરિવારનું નામ સામે આવવાથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ 2021થી 2025 દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઈ ગામે મનરેગા યોજના હેઠળ રસ્તાઓના નિર્માણ માટે માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું હતું. આ કામો અધૂરા હોવા છતાં 35 એજન્સીઓને L1 (લોએસ્ટ બિડર)ની શરતોનું પાલન કર્યા વિના રુપીયા 71 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી, આ એજન્સીઓમાં મંત્રીના પુત્રોની એજન્સીઓનો પણ સમાવેશ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે, પરંતુ સત્તાવાર રીતે પ્રોપરાઈટરના નામો છુપાવવામાં આવ્યા છે, જે આ કેસને વધુ શંકાસ્પદ બનાવે છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે નોંધાવેલી ફરિયાદમાં માત્ર એજન્સીઓના નામો જ દર્શાવવામાં આવ્યા છે, અને પોલીસ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ આ એજન્સીઓના માલિકોની ઓળખ જાહેર કરવામાં મૌન સેવી રહ્યા છે. આ મૌનને કારણે સ્થાનિક લોકો અને વિરોધ પક્ષોમાં રોષ ફેલાયો છે. ફરિયાદ નોંધાયાના એક સપ્તાહથી વધુ સમય બાદ પણ નામો જાહેર ન થવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, શું સરકારી તંત્ર આખરે કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
એક સપ્તાહથી વધુ સમય બાદ પણ નામો જાહેર ન થવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, શું સરકારી તંત્ર આખરે કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
આ કૌભાંડે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને માળખાકીય વિકાસ માટે બનાવાયેલી આ યોજનામાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચારની ઘટનાએ સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
પોલીસે આ કેસમાં ચાર સરકારી કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, મુખ્ય આરોપીઓ અને
આ કૌભાંડે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને માળખાકીય વિકાસ માટે બનાવાયેલી આ યોજનામાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચારની ઘટનાએ સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
પોલીસે આ કેસમાં ચાર સરકારી કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, મુખ્ય આરોપીઓ અને એજન્સીઓના પ્રોપરાઈટરના નામો જાહેર ન થવાથી તપાસની પારદર્શિતા પર પણ શંકા ઉભી થઈ રહી છે. આગામી દિવસોમાં મંત્રીના પુત્રોની જામીન અરજીની સુનાવણી અને તપાસની પ્રગતિ આ કેસના ભાવિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પ્રકરણે રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવવાની સંભાવના છે, કારણ કે મંત્રીના પરિવારની સંડોવણીએ સરકારની છબીને નુકસાન પહોંચાડવાની શક્યતા ઊભી થઈ છે. સ્થાનિક લોકો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ કેસનો અંત આવે ત્યાં સુધી વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે.
Comments
Post a Comment