ગુજરાતમાં UCC અમલીકરણ માટે દાહોદમાં મહત્વપૂર્ણ બેઠક: સમિતિએ વિવિધ ધર્મના આગેવાનો, જનપ્રતિનિધિઓ પાસેથી મેળવ્યા અભિપ્રાયો

દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો.
ગીતાબેન શ્રોફે જણાવ્યું કે UCCનો મુસદ્દો સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં
દાહોદ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો.

ગીતાબેન શ્રોફે જણાવ્યું કે UCCનો મુસદ્દો સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાયદો કોઈ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. લગ્ન નોંધણી, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ જેવી બાબતોમાં તમામ માટે એકસરખો કાયદો રહે તે હેતુ છે.

દક્ષેશ ઠાકરે નાગરિકોને યુસીસી કમિટી, ગાંધીનગર ખાતે પત્ર દ્વારા અથવા http://uccgujarat.in પોર્ટલ પર પોતાના સૂચનો મોકલવા જણાવ્યું. બેઠકમાં વિવિધ ધર્મના આગેવાનો, તબીબો, વકીલો અને સામાજિક કાર્યકરોએ મિલકતના અધિકારો, કૌટુંબિક કાયદાઓ અને વારસાના અધિકારો જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ સહિત અન્ય અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે આપના સુચનો આવકાર્ય છે. આપ નીચે મુજબ ત્રણમાંથી કોઈપણ રીતે સૂચનો મોકલી શકો છો.(છેલ્લી તારીખ ૨૪/૦૩/૨૦૨૫)

૧. વેબ-પોર્ટલ https://uccgujarat.in અથવા 
૨. ઈ-મેલ ucc@gujarat.gov.in અથવા
3. ટપાલ (સરનામું - સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૦)

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર